Charchapatra

સત્તાધીશો ધ્યાન આપશે ખરા?

સમગ્ર તથા સુરત શહેરમાં જાહેર માર્ગો ઉપર આઈ કેચિંગ સ્પોટ (લોકોની નજર તુરંત પડે.) ઉપર પ્રજાની આવકથી છલકાતી તિજોરી એથી લાખો કરોડાના ખર્ચે સ્વચ્છતા સર્વેક્ષણ હેતુ સ્થાનિક સ્વરાજના સત્તાધીશો બેફામ રૂપિયા ખર્ચી રહ્યા છે. બીજી તરફ પ્રાથમિક જરૂરીયાતો હેતુના પ્રજાલક્ષી કાર્યો. અંતર્ગત હાલમાં તળસુરતના મોટાભાગના વિસ્તારોના જાહેર રસ્તાઓ ખોદીને સમારકામો ચાલી રહ્યા છે, જે બિલકુલ ગોકળગાયની ગતિએ જાણે, શહેરના નાગરિકોને ભલે તકલીફો પડે, આપણે કોન્ટ્રાકટસીસ્ટમથી જ કામ કરાવી લેવાના અહિં પ્રશ્ન થાય છે કે જયારે કામો ચાલતા હોય છે.

તે સ્થળે રાહદારીઓકે, નાગરિકોને ભલે તકલીફો પડે, આપણે કોન્ટ્રાકટસીસ્ટમથી જ કામો કરાવી લેવાના અહં પ્રશ્ન થાય છે કે જયારે કામો ચાલતા હોય છે તે સ્થળે રાહદારીઓ કે, નાગરિકોને પડતી મુશ્કેલી ને સાંભળવા માટે કોઇ સક્ષમ કર્મચારી કે, અધિકારી જાહેર માર્ગ ઉપર… જોવામાં આવતા નથી ત્યારે સંબંધિત તમામ વિભાગના સત્તાધીશો સ્થળ નિરીક્ષણ કરી કામો ઝડપથી પૂરા થાય એ માટે અન્ય શહેરો અને રાજ્યોની જમ પ્રજાલક્ષી કાર્યો ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવી રીતે યુદ્ધના ધોરણે સત્વરે સમારકામો પૂરા કરાવે એવી લોકમાંગ વધી ગઇ છે.

ટ્રાફિકનું નડતર અને જાહેર માર્ગો એથી ઉઠાવતા સુકા ભીના કચરા અંતર્ગતની ફરિયાદો હવે જાણે. આ શહેરમાં કાયમી ધોરણે થઇ ગઇ છે. એવુ પ્રમાણ જોઇએ તો… શહેરના નવસારી બજારના ગોપીપુરાના આજુબાજુના તેમજ સગરામપુરા જેવા ઉપેક્ષિત વિસ્તારોમાં જઇને ચૂંટાયેલા નગર સેવકોને નજર રાખે.
સુરત- પંકજ શાં. મહેતા

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top