છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા એવા ઘોડેસવારીઅ ને ઘોડાગાડીના ચાલકો માલિકોને જો નાનપુરા નાવડી ઓવારાવાળા રીવરફ્રન્ટના એરિયામાં તબદીલ કરવામાં આવે તો વાહન ચાલકોને માટે ખૂબ જ રાહતજનક વ્યવસ્થા રહેશે.
અન્ય આવી જ એક વાહન ચાલકો અને શ્રમિક રાહદારીઓ માટેનું ચર્ચાસ્પદ સ્થળ અહીંના ઘોડદોડ રોડ ઉપરથી શિવશકિત મીઠાઇવાળાની ગલીમાંથી નવસારી કૃષિ યુનિ. સંચાલિત કંપાસ સંશોધન કેન્દ્રવાળા માર્ગેથી (જે સીંગલ ટ્રેક છે) સીટીલાઇટ રોડ તરફ અને પનાસ ગામ તરફ જઇ રહેલ છે ત્યાં સામસામેથી ડબલ ટ્રેકની પેઠે કારચાલકો (ફોર વ્હિલરો) મહત્તમ શોર્ટકટ તરીકે ઉપયોગ કરીને કૃષિ યુનિ.ના પનાસ ગામ અને એસએમસીના કવાટર્સના શ્રમિક રોજમદારો અને અન્ય મહિલા બાળકો રાહદારીઓ માટે રીતસર જોખમ પેદા કરે .
એવા દ્રશ્યો સરેઆમ છે ત્યારે સુરત મનપા અને સુરત શહેરના સંબંધિત સત્તાધીશો આ બેઉ અકસ્માતવાળા માર્ગો ઉપર લાગતા વળગતા સ્ટાફને એકવાર જાતનિરીક્ષણ હેતુ સર્વે કરાવશે અને બેઉ માર્ગોને એકતરફી (વન-વે) જાહેર કરશે તો ચોક્કસ પણે જનહિતમાં જારી એવું પગલું લેખે લાગશે.
સુરત -પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.