World

પેલેસ્ટાઈન સમર્થકો ઓસ્ટ્રેલિયન સંસદમાં પ્રવેશ્યા, બિલ્ડીંગની છત પરથી લહેરાવ્યા બેનરો

મેલબોર્ન: (Melbourne) ઓસ્ટ્રેલિયાના સંસદ (Australia’s Parliament House) ભવનની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરાં ઉડાડતાં કેટલાક પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ ગુરુવારે અંદર ઘૂસી ગયા હતા અને ઈમારતની છત પરથી બેનરો લહેરાવ્યા હતા. દરમિયાન સંસદના એક સભ્યએ ગાઝા યુદ્ધ અંગેના નિર્ણય સાથે અસહમતીમાં સરકારમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. પાંચ સપ્તાહના વિરામ બાદ સંસદની કાર્યવાહીના છેલ્લા દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે હમાસ સામેના ઈઝરાયેલના યુદ્ધને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી.

‘ગ્રેટ વેરાન્ડા’ તરીકે ઓળખાતી ઈમારતના આગળના ભાગમાં ચાર વિરોધીઓએ “યુદ્ધ અપરાધ” અને “નરસંહાર” શબ્દો સાથેના બેનરો લહેરાવ્યા હતા તેમજ “નદીથી સમુદ્ર સુધી, પેલેસ્ટાઈન આઝાદ થશે” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એક કલાક કરતાં વધુ સમય સુધી આ દેખાવો ચાલ્યા હતા. બાદમાં ચારેય દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં જન્મેલા સેનેટર ફાતિમા પાયમને જાહેરાત કરતા કહ્યું કે ગાઝા પર પાર્ટીના વલણનો અસ્વીકાર કરીને તેમણે લેબર પાર્ટી છોડી દીધી છે. ફાતિમા પાયમન એકમાત્ર ઓસ્ટ્રેલિયન સાંસદ છે જે ગૃહની બેઠક દરમિયાન હિજાબ પહેરે છે. ફાતિમાએ પત્રકારોને કહ્યું, “મારો પરિવાર યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગીને શરણાર્થી તરીકે એટલા માટે અહીં નથી આવ્યો કે હું નિર્દોષ લોકો પર થતા અત્યાચાર જોઈને ચૂપ રહું. ”તેમણે કહ્યું, ”અમારા સમયના સૌથી મોટા અન્યાય પ્રત્યે અમારી સરકારની ઉદાસીનતા જોઈને મને પાર્ટીના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવવાની ફરજ પડી છે. ,

ઓસ્ટ્રેલિયાનું વલણ શું છે?
ઓસ્ટ્રેલિયા પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપતું નથી. ઓસ્ટ્રેલિયન સરકાર બે-રાજ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ છે જેમાં ઇઝરાયેલ અને ભાવિ પેલેસ્ટાઇન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર શાંતિ અને સલામતી સાથે સહઅસ્તિત્વમાં રહી શકે. પોલીસે કહ્યું કે ચારેય પ્રદર્શનકારીઓ પર સંસદ ભવનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો આરોપ લાગી શકે છે.

Most Popular

To Top