Sports

ઓસ્ટ્રેલિયાએ ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો, દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપી

મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં (Indian Women’s Cricket Team) હાલ જ સ્મૃતિ મંધાનાની (Smruti Mandhana) વાપસી થઈ છે. અનફિટ (Unfit) હોવાને કારણે તેણી પ્રથમ વનડેમાં (One Day Cricket Match) રમી ન હતી. તેમજ ઓસ્ટ્રેલિયાના (Australia) કેપ્ટને પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો. મેગન શૂટની જગ્યાએ કિમ ગાર્થ મેદાનમાં (Ground) પરત ફરી હતી. દરમિયાન આજે રમાયેલી મેચમાં (Match) ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ (Bating) કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 258 રન બનાવ્યા હતા. તેમજ ભારતીય મહિલા ટીમની બોલર દીપ્તિ શર્માએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલો ફટકો કેપ્ટન એલિસાની વિકેટ ગુમાવીને લાગ્યો હતો. તેણી 24 બોલમાં માત્ર 13 રન બનાવીને પૂજા વસ્ત્રાકર દ્વારા બોલ્ડ થઇ હતી. જ્યારે એલિસ પેરી, દીપ્તિ શર્માના બોલે શ્રેયંકા પાટિલના હાથે પકડાયેલા કેચ દ્વારા આઉટ થઇ હતી. પેરી 47 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાથી 50 રન બનાવીને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો બેથ મૂનીની વિકેટના રૂપમાં લાગ્યો હતો. તેણી 17 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મૂનીને દીપ્તિએ LBW કરી હતી.

આ સાથે જ ફોબી લિચફિલ્ડ 98 બોલમાં 63 રન બનાવીને આઉટ થઇ હતી. તેણી શ્રેયંકા પાટિલના બોલે રિચા ઘોષના હાથે કેચ દ્વારા આઉટ થઈ હતી. કાંગારૂ ટીમે પાંચમી વિકેટ એશ્લે ગાર્ડનરની ગુમાવી હતી. તેણીએ છ બોલમાં બે રન બનાવ્યા હતા. તેમજ સ્નેહ રાણાની બોલીંગ સાથે અમનજોત કૌરર કેચ પકડી તેણીને આઉટ કરી હતી.

તેમજ તાહિલા મેકગ્રા 32 બોલમાં 24 રન બનાવીને દીપ્તિ શર્માના બોલે આઉટ થઇ હતી. જ્યોર્જિયા વેરહેમ 22 રન બનાવીને દીપ્તિ શર્માના બોલ પર સ્મૃતિ મંધાનાના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. તેમજ એનાબેલ સધરલેન્ડ દીપ્તિને તેના જ બોલ પર કેચ આપી બેઠી હતી. તેમજ છેલ્લી બોલમાં અલાના કિંગ 28 અને કિમ ગાર્થ 11 રન બનાવીને અણનમ રહ્યા હતા.

બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા.

ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન), બેથ મૂની, ફોબી લિચફિલ્ડ, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહિલા મેકગ્રા, ડાર્સી બ્રાઉન, અલાન્ના કિંગ, કિમ ગાર્થ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ.

Most Popular

To Top