કેનબેરા: ઓસ્ટ્રેલિયાના (Australia) એક દૂરસ્થ કાંઠા પર કોપરની એક રહસ્યમયી વસ્તુ (Mysterious thing) તણાઈને આવી હતી જે ભારતીય રોકેટનું (Rocket) કાટમાળ (Debris) હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંરક્ષણ દળના સભ્યો અને અન્ય સરકારી અને કેન્દ્રીય સંસ્થાઓને આ ભારે સિલિન્ડરની ઓળખ કરવા બોલાવવામાં આવશે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના એસ્ટ્રોફઝીસ્ટ બ્રાડ ટકરે ચેતવણી આપી હતી કે આ વસ્તુ એક રોકેટનું ઈંધણ ટેન્ક હોઈ શકે છે જે જોખમી સાબિત થઈ શકે છે.
- નિષ્ણાતોએ ચેતવણી આપી કે આ રહસ્યમય વસ્તુ એક રોકેટનું ઈંધણ ટેન્ક હોઈ શકે છે જે જોખમી સાબિત થઈ શકે છે
- ઓસ્ટ્રેલિયાના કાંઠા પર તણાઈને આવેલી તાંબાની વસ્તુ ચંદ્રયાન-3ના લોન્ચમાંથી પડી હોવાની સોશિયલ મીડિયા પર અટકળો
રવિવારે પર્થથી 250 કિ.મી.ના અંતરે આવેલા ગ્રીન હેડ નજીક એક દરિયા કાંઠા પર સિલિન્ડર તણાઈને આવી ગયું હતુ જેને એક નાગરિકે જોયું હતું. ‘અવકાશના કચરા’ સાથેનો મારો નિયમ છે જ્યાં સુધી તમે જાણતા ન હોવ કે તમે શું કરી રહ્યાં છો ત્યાં સુધી તેને સ્પર્શ કરશો નહીં. બળતણ સામાન્ય રીતે કાર્સિનોજેનિક હોય છે, તેથી સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે’, એમ ડો. ટકર ધ એજને જણાવ્યું હતું.
આ વસ્તુ અંગે એવી અટકળો ચાલી રહી છે કે તે ભારતે લોન્ચ કરેલા ચંદ્રયાનમાંથી પડેલી વસ્તુ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતે એલવીએમ-3 દ્વારા લોન્ચ કરેલા ચંદ્રયાનને ઓસ્ટ્રેલિયન આકાશમાં જોવામાં આવ્યું હતું કારણ કે તેનો માર્ગ તેની ઉપરથી પસાર થયો હતો. સોશિયલ મીડિયા પર એવી અટકળો લાગી રહી છે કે આ વસ્તુ એલવીએમ-3નો ભાગ હોઈ શકે છે.
1979માં જ્યારે અમેરિકન ભ્રમણકક્ષાનું સ્પેસ સ્ટેશન સ્કાયલેબ ભ્રમણકક્ષામાંથી બહાર પડી ગયું ત્યારે તે મીડિયા સનસનાટી બની ગયું હતું અને ઘણા લોકો એવી અટકળો કરી રહ્યા હતા કે તે માણસો અને સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે.