સિડની: ઓસ્ટ્રેલિયા-મલેશિયાની ફ્લાઇટ (Flight) તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યા વિના અચાનક સિડની (Sydney) પરત ફરતાં હોબાળો મચી ગયો હતો. જો કે આ પ્લેન મલેશિયામાં (Malaysia) લેન્ડ થવાનું હતું. પરંતુ પ્લેનમાં અચાનક એક મુસ્લિમ વ્યક્તિ પોતાને ‘અલ્લાહનો ગુલામ’ કહેવા લાગ્યો અને અન્ય મુસાફરોને પણ પોતાને અલ્લાહનો ગુલામ કહેવા મજબૂર કરી રહ્યો હતો. તેણે પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Threat) આપતા જ મુસાફરોમાં ચકચાર મચી ગયો હતો. જે બાદ એકાએક સિડની એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવામાં આવી હતી. જે બાદ પોલીસે (Police) આરોપી વિરુદ્ધ વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટમાં સવારે એક મુસાફરને ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવા દબાણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિમાન હવામાં હતું ત્યારે આ મુસ્લિમ વ્યક્તિ પોતાને ‘અલ્લાહનો ગુલામ’ કહેતો હતો. બૂમો પાડવાની સાથે તે અન્ય મુસાફરોને પૂછી રહ્યો હતો કે શું તેઓ પણ અલ્લાહના ગુલામ છે? તે લોકોને પોતાને અલ્લાહના ગુલામ કહેવા માટે મજબૂર કરી રહ્યો હતો. આ વ્યક્તિનું નામ મોહમ્મદ જણાવવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ પ્લેનમાં અંદર જવાના રસ્તા પર નમાઝ પઢવાનું શરૂ કર્યું હતું. તેણે વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ દરમિયાન મોહમ્મદ લોકોને તેમની તરફ આંગળી ચીંધીને ધમકાવી રહ્યો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે તેઓ પણ પોતાને અલ્લાહનો ગુલામ કહેવા જોઈએ. તેણે વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મલેશિયા એરલાઈન્સની આ ફ્લાઈટ MH122 સિડનીથી કુઆલાલંપુર જઈ રહી હતી. જો કે
આ ભયાનક ઘટના બાદ પ્લેનને તરત જ સિડની એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું અને રનવેને અલગ કરી દેવામાં આવ્યો હતો. અન્ય મુસાફરોને વિમાનના અન્ય ભાગોમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન પોલીસે મોહમ્મદની ધરપકડ કરી હતી. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હવે તેની સામે કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયન પોલીસે જણાવ્યું હતું કે ઇમરજન્સી પ્રક્રિયાઓ તરત જ લાગુ કરવામાં આવી હતી અને જ્યારે બધા સુરક્ષિત હોવાનું જણાયું ત્યારે મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા.