Entertainment

અજય કે સિવાય ‘ઔરો મૈ કહાં થા દમ’

અજય દેવગણ, અક્ષય કુમાર એવા સ્ટાર્સ છે જેમન એકાદ-બે ફિલ્મ નિષ્ફળ જવાથી કોઇ ફરક પડતો નથી શાહરૂખ ખાનને પડી શકે અને એટલે તે પોતાની પાસે જે એક યા બે ફિલ્મ હોય તેની પર બધું જોર લગાવી દે છે. અજય અને અક્ષય મુવીબજારના રીઢા અભિનેતા થઈ ગયા છે. તેઓ દરેક ફિલ્મ સાથે એકસરખી રીતે ઇન્વોલ્વ થઇને કામ કરે છે. તેઓ પોતે નંબર વન કે કોઇ પણ નંબરનો સ્ટાર છે એવો દાવો કર્યા વિના કામ કરે છે. પ્રેક્ષકો પર એકદમ છવાઇ જવા તેમણે કશું કરવું પડતું નથી. તેઓ ફકત એવી કાળજી રાખે કે દરેક ફિલ્મ એ રીતે એન્ટરટેઇનર બને કે જે તેમની બનેલી ઇમેજ મુજબની હોય અને કશીક નવીનતા પણ ઉમેરાયેલી હોય.
અજયની ‘ઔરોમાં કહા થા દમ’ ફિલ્મ રજૂ થઇ રહી છે અને તે રોમેન્ટિક થ્રીલર છે. અજય મેચ્યોર લવસ્ટોરી માટે બેસ્ટ છે. તે ગોવિંદા કે સલમાનની જેમ ડાન્સગીતોમાં દેખાતો નથી હોતો. 25-50 ડાન્સરો સાથે ડાન્સ કરતો અજય પ્રેક્ષકોને પણ મંજૂર નથી હોતો. ‘ઔરોમેં કયાં થા દમ’માં તેને જેલમાં રહેનારો કૃષ્ણ બતાવાયો છે જે વસુધાના પ્રેમમાં છે. પણ જેલમાં જવાના કારણે જ વસુધા (તબુ) બીજા (જિમી શેરગીલ)ને પરણી જાય છે. નીરજ પાંડે દિગ્દર્શક છે જે અત્યાર પહેલાં ‘એ વેડનસ ડે’, ‘સ્પેશિયલ-26’, ‘અય્યારી’ જેવી ફિલ્મના દિગ્દર્શન ઉપરાંત ‘એમ એસ ધોની….,’ ‘નામ શબાના’, ‘વિક્રમ વેધા’ પ્રકારની ફિલ્મોનું નિર્માણ કરી ચુકયો છે એટલે આ ફિલ્મ લવસ્ટોરી અને થ્રીલરના બેસ્ટ મિકિસંગથી બની હશે એવું ધારી શકાય. મહત્ત્વની વાત એ કે હમણાં સારી લવસ્ટોરી મુવી રજૂ નથી થતી ત્યારે આ ફિલ્મ આવી છે.
અજય અને તબુની જોડી આ ફિલ્મમાં દશમી વાર દેખાશે. અત્યારે હીરો-હીરોઇન જોડીનો મહિમા બીજા સ્ટાર્સ નથી કરતા, એવા સમયમાં આ જોડી દશ ફિલ્મ પછી હજુ પણ આગળ વધી રહી છે. અજયે રોમેન્ટિક ભૂમિકા કરવી હોય તો ટબુ, કરીના વગેરે જ તેની સાથે જામે તેમ છે જો કે અજય એક જ સ્ટાઇલની ફિલ્મોથી બચીને ચાલે છે. ‘સિંઘમ’ સ્ટાઇલ લોકપ્રિય છે તો તેમાં હજુ પણ એક સિકવલ આવી રહી છે પરંતુ પોતાને તે વી નવી ભૂમિકાથી બદલાતો રહે છે. તેની પાસે અત્યારે કેટલીક સિકવલ ફિલ્મો છે. ‘રેઇડ-2’, ‘દે દે પ્યાર દે-રે’, ‘ધમાલ-4’, ‘ગોલમાલ-5’, ‘સન ઓફ સરદાર-2’, ‘દૃશ્યમ-3’, આવી ફિલ્મો હોય ત્યારે તેને વિષય બાબતે ઓછું સ્ટ્રેસ હોય છે પણ શું નવું ઉમેરવું તેની ચિંતા હોય છે. તે દરેકની પટકથા પર કામ કરાવડાવે છે.
હા, અજયની ફિલ્મો સંગીતની રીતે જબરદસ્ત નથી હોતી કારણ કે તે પરદા પર સાયલન્ટ એકટિંગમાં વધારે માને છે. અજય એવા ટ્રેપમાં પણ નથી પડતો કે બીજા સ્ટાર્સ સુપરહીરો ફિલ્મોમાં કામ કરે તો મારે એવી ફિલ્મો કરવી જોઇએ. તે સાઉથના દિગ્દર્શકો પાછળ પણ નથી પડતો. તે પોતાની રીતે કામ કરે છે ને સફળતા મેળવે છે. તે સ્વયં નિર્માતા પણ છે અને દિગ્દર્શન પણ કરી લે છે. મતલબ કે તે સિનેમાક્ષેત્રે એકદમ મેચ્યોર રહી કામ કરે છે. અજય ફિલ્મ જગતમાં પોતાનું સ્વમાન જાળવી કામ કરે છે. પોતાના વિશે પ્રચાર કરતા રહેવાની તેને જરૂર નથી પડતી એ જ પૂરવાર કરે છે કે અજય બસ અજય છે. •

Most Popular

To Top