ટ્રેનના ટોઈલેટમાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી તે કેસમાં આરોપી હત્યારો પકડાયો છે. આ સમગ્ર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે.
- ટ્રેનમાં 3 વર્ષના બાળકના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરનાર મુંબઈના બીકેસીમાંથી પકડાયો
ગઈ તા. 21 ઓગસ્ટે મુંબઈ-કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટના ડસ્ટબીનમાંથી મળી હતી. બાળકની લાશ મળતા મુંબઈના તિલક નગર રેલવે સ્ટેશન પર હોબાળો મચી ગયો હતો. બાળકની હત્યા કરાઈ હતી. તેના ગળા પર બ્લેડથી ઘા થયો હતો.
આ બાળક સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો આયાન હોવાનું ખુલતા સુરત પોલીસ તિલકનગર દોડી ગઈ હતી અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાળકની હત્યા તેના કઝિને જ કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી હત્યારા વિકાસ વિષ્ણુદયાલ શાહને મુંબઈના બીકેસીમાંથી ઝડપી પાડ્યો છે. હાલમાં, આરોપીની ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલુ છે.
શું બની હતી ઘટના?
વિકાસની વિદેશમાં નોકરી છુટી જતાં તે ભારત પરત ફર્યો હતો. જોકે અહીં તેને કોઈ કામ મળ્યું નહોતું. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. ઘટનાના એક અઠવાડિયા પહેલાં તે સુરત માસીને ત્યાં રહેવા આવ્યો હતો. કામ ન કરતો હોઈ માસી મ્હેંણા મારતા હતા. તેથી વિકાસને ગુસ્સો આવ્યો હતો.
રમવાના બહાને માસીના ત્રણ વર્ષના દીકરા આયાનને લઈ ગયો હતો. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માંગી તે બાળકનું અપહરણ કરી ગયો હતો. આ તરફ મોડી રાત સુધી બંને પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરતા વિકાસ બાળક આકાશને લઈ જતો નજરે પડ્યો હતો. બાદમાં આકાશની લાશ ટ્રેનના ટોઈલેટમાં મળી હતી.
ગત 21મી ઓગસ્ટના રોજ, વિકાસ આયાનને રમવાના બહાને લઈ ગયો હતો. રસ્તામાં તેણે એક અજાણી વ્યક્તિની મોટરસાયકલ પર લિફ્ટ માંગી અને બાળકને અપહરણ કરી લઈ ગયો. મોડી રાત્રિ સુધી બંને ઘરે પરત ન ફરતા, પરિવાર ચિંતિત બન્યો અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ્યા, જેમાં વિકાસ શાહ બાળકને મોટરસાયકલ પર લઈ જતો જોવા મળ્યો. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
માસી મ્હેંણા મારતી હતી એટલે હત્યા કરી
પોલીસ પૂછપરછમાં આરોપી વિકાસે હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. માસૂમના ગળે બ્લેડ ફેરવી દીધી હોવાની કબૂલાત કરી છે. માસી અવારનવાર મ્હેંણા મારતી હોવાના લીધે હત્યા કરી હોવાની કબૂલાત વિકાસે કરી છે. માત્ર આટલા સામાન્ય કારણસર આવા ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપ્યો તે વાત ગળે ઉતરે તેવી નથી. પોલીસ હવે આ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.