હાલમાં રાષ્ટ્ર વિરોધી તત્વોએ દેશ વિરુદ્ધ માઠું ઉચક્યું છે ગણેશ ઉત્સવમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો કરી અને હજુય ધાર્મિક જુલુસો પર પથ્થર મારો કરવાના આવા બનાવો અનેક રાજ્યોમાં બનતા રહે છે તે દેશ ના શાંત વાતાવરણને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવેછે કેટલાક તત્વો ના રેલ્વે ટ્રેકને નુકસાન પહોંચાડી ટ્રેન ઉઠલાવી નાખવાના કેટલાય પ્રયાસો નિષ્ફળ થયા છે રેલ્વે ટ્રેક પર લોખંડના રોડસ ગેસના બાટલા અને પેટ્રોલ ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થો થી ટ્રેનને નુકસાન પહોંચાડવાનું અને પ્રવાસીઓના વધુમાં વધુ મોત થાય તેવા કાવતરા પાર પાડવાના પ્રયાસોને રેલ ડ્રાઇવરો ના ધ્યાન આવતા સમય સૂચકતા થી નિષ્ફળ બનાવ્યા છે તે સરાહનીય છે હવે રેલ્વે ઉઠલાવ વાના કાવતરા ને જોતા સરકારે રેલ્વે ટ્રેક પર ટીમો બનાવી સઘન ચેકિંગ વધારવાની જરૂર છે જેથી કરીને રેલ્વે ટ્રેક સલામત રહે અને રેલ્વે ટ્રેક ને નુકસાન પહોચાડવાના કાવતરા નિષ્ફળ થતા રહે જો સજાગ રહીશું તો મુઠ્ઠીભર અસામાજિક તત્વો ના મનસુબા નિષ્ફળ જશે નહીતો પછી કોઈ મોટી હોનારત થાય તવી શક્યતા નકારી શકાય એમ નથી
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતને અન્યાય ક્યાં સુધી?
સુરત એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે. મુંબઈ કરતાંયે પહેલાં સુરત બંદરે 84 બંદરના વાવટા ફરકતા હતા. દુનિયાભરનો વેપાર સુરત બંદરેથી થતો હતો. આજે પણ આ શહેર વેપાર ધંધાથી ધમધમે છે. સમગ્ર ભારતની પ્રજા આ શહેરમાં કમાવા આવીને વસી છે. પરંતુ મૂળ સુરતી ભુલાઈને ખોવાયો છે. સુરતને અને સુરતીઓને સતત હાંસિયામાં ધકેલી અન્યાય કરાય છે. પરંતુ સુરતી કદી અવાજ નથી ઉઠાવતો. સુરતના નેતાઓ પાસે જવાબ માંગો કે તમે સુરતની કઈ જરૂરતો અંગે કેન્દ્રમાં રજૂઆતો કરી? તો તેઓ જવાબ ન આપી શકે.
કારણકે સુરત પાસે પોતાનું મક્કમ ખમીરવંતુ નેતૃત્વ જ નથી! સુરતને મળેલી રેલવે સુવિધાઓ અંગે જ વિચાર સુરતીઓ માટે સુરતથી જ ઉપડતી હોય એવી પોતીકી કહી શકાય એવી ટ્રેનો કેટલી? અને એ ક્યારે મંજૂર થઈને મળેલી? એ મંજૂર થઈ ત્યારે સુરતની વસ્તી કેટલી હતી? ને આજે કેટલી છે? સુરત એશિયાનું સૌથી વધુ ઝડપે વિકસતું શહેર છે. વળી સુરત જે તે શહેર સાથે ગાઢ સંબંધો ધરાવે છે. છતાં આ બંને શહેર માટે અહીંથી સીધી ઉપડતી ટ્રેનો કેટલી? અહીં થોભતી લાંબા અંતરની ટ્રેનોમાં જગા કેટલી? બધી ટ્રેનો ચિક્કાર ભરાયેલી આવે, ઊભા રહેવાનીયે જગ્યા નહીં મળે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.