વડોદરા: ફતેગંજ પોલીસ મથકમાં લવ જેહાદની ફરિયાદ કરનાર પાટીદાર યુવતીના પિયરમાં ઘૂસી ગયેલા દિયર જેઠ અને જેઠાણીએ બે માસના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરતા પીડિતાએ વધુ એક ફરિયાદ નોંધાવી છે. શહેરના છાણી વિસ્તારમાં રહેતી પાટીદાર યુવતીએ લગ્નબાદ પતિ સહીત સાસરિયા પક્ષના ત્રાસના કારણે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લવ જેહાદની કલમો હેઠો ગુનો નોંધી આરોપી પતિ મોહિબ ઈમ્તિયાઝ ખાન પઠાણ, જેઠ મોસીનખાન પઠાણ અને સસરા ઈમ્તિયાઝ ખાન પઠાણની ધરપકડ કરી હતી.
પતિ મોહીબે હિંદુ ધર્મ પાળવાની છૂટ આપશે તેવી શરત સાથે લગ્ન રજીસ્ટર કર્યા હતા. પરંતુ ત્યારબાદ કાઝીને બોલાવી નિકાહ પડ્યા હતા અને મારું નામ પણ બદલ્યું હતું. પતિ એ ભગવાનના ફોટા ફાડી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. તેમજ પતિ તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો તેમજ જેઠ દ્વારા પણ હાથ પકડીને છેડતી કરાઇ હતી. જ્યારે સસરા ત્રાસ ગુજારતા હતા. પોલીસે આ ફરિયાદમાં પતિ જેઠ અને સસરાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
દરમિયાનમાં પાટીદાર યુવતીએ તેના દિયર, જેઠ અને જેઠાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તા 23મીએ રાત્રે પોલીસ ફરિયાદ કરી માતાના ઘેર પરત આવી હતી. દરમિયાન વહેલી સવારે મારી માતા દૂધ લેવા ગઈ ત્યારે હું મારી સગીર વયની બહેન અને મારો બે માસના પુત્ર ઘરમાં હાજર હતા.
ત્યારે દિયર સાજીદ ખાન પઠાણ, જેઠ વસીમ પઠાણ, જેઠાણી શબનમ મોહસીન ખાન પઠાણ અને શબાના પઠાણ તેણીના ઘરમાં આવી ઘોડિયામાં સૂઇ રહેલા બાળકને ઉઠાવી બોલાચાલી કરી હતી. સાજિદખાને જણાવ્યું હતું કે, તે અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે આ છોકરો અમારો છે. જેને લઇ જઈએ છે. જો તું છોકરો નહીં આપે તો તારી બેનને પણ ઉપાડી જઈશું તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં મારી માતા આવી જતા અમે બૂમાબૂમ કરી હતી અને ચારે જણા તમને જીવતા છોડીશું નહીં તેવી ધમકી આપીને ચાલ્યા ગયા હતા.
‘તું મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જઈશ અને તું મારી નહિ તો કોઈ ની નહિ થવા દઉં’ તેમ કહી ધમકીઓ આપી
પાટીદાર યુવતી જયારે પિયરમાં રહેતી હતી ત્યારે મીઠી વાતોમાં પોરવી તું મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જઈશ અને તું મારી નહિ તો કોઈ ની નહિ થવા દઉં તેમ કહી ધમકીઓ આપ્યાબાદ પતિ મોહીબ પઠાણે તું મારા ઘરે લગ્ન કરીને આવીશ, ત્યારે તું તારી મરજીથી હિંદુ ધર્મ પાળી શકે છે. જેમાં મારો કોઈ વિરોધ રહેશે નહીં. તેવો વિશ્વાસ આપ્યા બાદ યુવતી સાથે લગ્ન કરી પોત પ્રકાશ્યું હતું.
પુત્રનું નામ શિવ રાખવા દીધું ન હતું
યુવતીએ પતિ મોહીબ પર વિશ્વાસ કરી તેની સાથે પોતાનો સંસાર માંડ્યો હતો. પરંતુ તેને જીવનમાં સુખની જગ્યાએ દુઃખ મળ્યું હતું. જયારે તેણીને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે પણ પતિ મોહિબે યુવતીને મરજી વિરુદ્ધ જઇ પુત્રનું નામ શિવ રાખવા દીધું ન હતું. અને મારઝૂડ કરતો હતો.