“આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે નફરતથી ભરેલું છે. કરુણતા એ છે કે હવે દેશમાં નફરત ઊંડે સુધી જડ ઘાલી ગઇ છે. જેઓ ભાઈચારો, કોમી એકતા અને બિનસાંપ્રદાયિકતાની વાતો કરે છે તેમના માટેની જગ્યા સંકોચાઈ રહી છે. કોઈ પણ ધર્મ કોઈને નુકસાન પહોંચાડવાનું શીખવતો નથી.” “આને સુરક્ષાની ખામી કહેવી એ અતિશયોક્તિ ગણાશે. જો કે, દૂષિત વાતાવરણને જોતાં હકીકત એ છે કે પોલીસે સાવચેતી રાખવી જોઈતી હતી. આ કાર્યક્રમમાં અનેક VVIP લોકો હાજર હતાં. ત્યાં પોલીસનો કોઈ બંદોબસ્ત નહોતો.”- ડૉ. ફારૂક અબ્દુલ્લા, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી (ધ હિન્દુ, ૧૨ માર્ચ, ૨૦૨૬)
દેશના સૌથી વરિષ્ઠ રાજકીય નેતાઓ પૈકીના એક, કે જેઓ પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા (૯૩ વર્ષ) પછી બીજા ક્રમે આવે છે અને મરાઠા દિગ્ગજ શરદ પવાર (૮૫) કરતાં પણ વરિષ્ઠ છે, તેવા ડૉ. અબ્દુલ્લા (૮૮) દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીઓ પ્રવર્તમાન પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. જાહેર જનતાની હાજરીમાં લગ્ન સમારોહ દરમિયાન જે સંજોગોમાં આ નિંદનીય ઘટના બની અને ડૉ. અબ્દુલ્લાના અવલોકનોના પ્રકાશમાં જોતાં, જે રીતે કથિત હુમલાખોર કોઈ પણ અવરોધ વિના આગળ વધ્યો અને છેલ્લી ઘડીએ લેવાયેલાં પગલાંને કારણે બચી જવાયું હોવા છતાં તે તેના નિશાન સુધી પહોંચવામાં લગભગ સફળ રહ્યો હતો, તે બાબત માત્ર ખતરાની ઘંટડી જ નથી વગાડતી પરંતુ આંખ ઉઘાડનારી પણ હોવી જોઈએ. તંત્ર, જનતા અને સમાજે જાગૃત થઈને આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. સૌથી મોટો પ્રશ્ન એ ઊઠે છે કે જો ઉચ્ચ સ્તરીય ‘Z+’સુરક્ષા ધરાવતી વ્યક્તિ પણ સુરક્ષિત નથી, તો પછી સુરક્ષિત કોણ છે?
ડૉ. અબ્દુલ્લા છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોના નિશાના પર રહ્યા છે, આવું એટલા માટે હતું કારણ કે તેઓ 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં ઉગ્રવાદના કપરા સમયમાં અડગ રહ્યા હતા અને જ્યારે કોઈ આગળ આવવાની હિંમત નહોતું કરતું ત્યારે તેમણે મુખ્ય પ્રવાહની રાજનીતિનું પ્રતીક બનવાની તૈયારી દર્શાવી હતી. તેઓ માત્ર આગળ જ ન આવ્યા પરંતુ રાજ્યમાં લાંબા સમયના રાજ્યપાલ શાસન બાદ લોકતાંત્રિક પ્રક્રિયા ફરી શરૂ કરવામાં નવી દિલ્હીને મદદ પણ કરી હતી.
આ મહત્ત્વપૂર્ણ પાસા હોવા છતાં, આશ્ચર્યની વાત એ છે કે તેઓ લગભગ એક એવી વ્યક્તિનો શિકાર બની ગયા જે દેખીતી રીતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને બદલે આંતરિક રાજકીય અથવા સામાજિક ગતિશીલતાથી પ્રેરિત કે બ્રેઈનવોશ થયેલ હતી. જો કેટલાક અહેવાલોનું માનીએ તો, આ મામલે બહુપક્ષીય તપાસ શરૂ થઈ ચૂકી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (SIT) એક્શનમાં આવી ગઈ છે અને જો નેશનલ કોન્ફરન્સનાં આંતરિક સૂત્રોનું માનીએ તો, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા પણ આવી જ તપાસ હાથ ધરવામાં આવનાર છે. ડૉ. અબ્દુલ્લાની હત્યાના નિષ્ફળ પ્રયાસ અંગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકળોને કોઈ અવકાશ નથી.
શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે હુમલાખોર, જમ્મુ શહેરનો રહેવાસી મિસ્ટર કમલ સિંહ જામવાલ, નશાની હાલતમાં બંદૂક લહેરાવી રહ્યો હતો અને તેણે એક રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે લોકોએ તેને પકડીને સ્થાનિક પોલીસને સોંપ્યો ત્યારે શું તરત જ તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? ધૃષ્ટ આરોપીને તેની ધરપકડ પછી ઈન્ટરવ્યુ આપવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી અને કોની પરવાનગીથી?
તેણે બડાશ મારતાં કહ્યું કે તે છેલ્લાં ૨૦ વર્ષથી ડૉ. અબ્દુલ્લાને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને અફસોસ છે કે તે પોતાનું નિશાન ચૂકી ગયો. જ્યારે એ વાત જાણીતી હતી કે ડૉ. અબ્દુલ્લા ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને હાઈકોર્ટના કેટલાક ન્યાયાધીશો પણ વરિષ્ઠ એડવોકેટ અને નેશનલ કોન્ફરન્સના લીગલ ડિપાર્ટમેન્ટના વડા શ્રી દિનેશ ચૌહાણની પુત્રીના લગ્નમાં હાજરી આપવાના હતા, ત્યારે હાઈ-પ્રોફાઈલ લગ્ન સ્થળ પરથી સ્થાનિક પોલીસ કેમ ગેરહાજર હતી? શું હત્યાના આ પ્રયાસ પાછળ કોઈ ષડયંત્ર છે? આ બાબતને તપાસ એજન્સીઓ પર છોડવામાં આવે છે કે તેઓ એવા જવાબો શોધે જે માત્ર છીંડાં પૂરવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે પણ જરૂરી છે.
રાજકીય અને સામાજિક મોરચે જે વધુ ચિંતાજનક બાબત હતી, તે ડૉ. અબ્દુલ્લા પરના હત્યાના પ્રયાસ પર રાજકીય વ્યવસ્થા અને સમાજે જે રીતે પ્રતિક્રિયા આપી તે હતી. રાજકીય જગતે આ ઘટના પ્રત્યે હંમેશ મુજબ ઔપચારિક નિંદા વ્યક્ત કરીને સંતોષ માની લીધો છે. આ ઘટના સમગ્ર રાજકીય વ્યવસ્થા અને તમામ વિચારધારા ધરાવતા નેતાઓ માટે એક મોટો પડકાર છે, કારણ કે લોકશાહીની ભાવનાને જીવંત રાખવા માટે તેઓએ સતત લોકોની વચ્ચે રહેવું પડે છે. વધુ ચિંતાજનક બાબત તો એ છે કે જમ્મુ-કાશ્મીરનાં લોકોએ, ખાસ કરીને જમ્મુમાં, આ ગંભીર ઘટના પર ધાર્મિક અથવા પ્રાદેશિક ધોરણે પ્રતિક્રિયા આપી છે.
હકીકત એ છે કે, તેઓએ આ ઘટનાને દેશના એક અગ્રણી રાજકીય નેતાની હત્યા કરવાના શુદ્ધ પ્રયાસ તરીકે જોવી જોઈતી હતી, જે પ્રયાસ સફળ થયો હોત, તો તેનાં ગંભીર પરિણામો આવી શક્યાં હોત. એ સત્ય છે કે ડૉ. અબ્દુલ્લા જેલમ અને ચિનાબ નદીઓના તોફાની પ્રવાહો વચ્ચે ભારતીય રાષ્ટ્રવાદના મજબૂત પ્રતીક તરીકે અડીખમ ઊભા રહ્યા છે, તેમ છતાં તેમની નિષ્ફળતાઓ પણ પ્રચંડ રહી છે. એ આશ્ચર્યજનક હતું કે માત્ર તેમની નિષ્ફળતાઓ જ નહીં, પરંતુ તેમના પિતા શેખ મોહમ્મદ અબ્દુલ્લાની નિષ્ફળતાઓ પણ, ખાસ કરીને તેમણે તત્કાલીન મહારાજા હરિસિંહ સાથે કેવું ગેરવર્તન કર્યું હતું તે બાબત જામવાલના કૃત્યને કોઈક રીતે યોગ્ય ઠેરવવા માટે સંપૂર્ણપણે ધાર્મિક ધોરણે ચર્ચવામાં આવી.
ધાર્મિક અને જ્ઞાતિવાદી જૂથોએ તપાસ શરૂ થાય તે પહેલાં જ આરોપીના બચાવ માટે એક આડશ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વાર્થી તત્ત્વો દ્વારા વિકસાવવામાં આવેલી આ માનસિકતાને કોઈ પણ સંજોગોમાં નિષ્પક્ષ તપાસમાં અવરોધ બનવા દેવી જોઈએ નહીં. આ મામલાનો તાર્કિક અંત ત્યારે જ આવશે જ્યારે આ કાવતરાનો પર્દાફાશ થાય, તેમાં સામેલ પાત્રો ખુલ્લાં પડે અને દોષિતોને સજા મળે. આ પ્રક્રિયામાંથી તમામ પ્રકારના રાજકારણને દૂર રાખવું જોઈએ. સમગ્ર લોકશાહી પ્રણાલીની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા અને તેને મજબૂત કરવા માટે આ અત્યંત જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.