World

વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ રૂટ પર હુમલો

Skylight’ ટેન્કર પર હુમલો, ભારતીય કેપ્ટન સહિત 2નાં મોત, એક લાપતા

પશ્ચિમ એશિયામાં વધતી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઓમાન નજીક આવેલા Strait of Hormuz વિસ્તારમાં એક ઓઇલ ટેન્કર પર હુમલો થતાં બે ભારતીય નાવિકોના મોત થયા છે અને એક હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. હુમલાનો ભોગ બનેલું ટેન્કર ‘Skylight’ નામનું છે, જે Palauના ધ્વજ હેઠળ ચલાવાતું હતું.

ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મૃતકોની ઓળખ Ashish Kumar (બિહાર) અને Dixit Solanki (મુંબઈ) તરીકે થઈ છે. જ્યારે રાજસ્થાનના Dalip Singh હજુ લાપતા હોવાનું જણાવાયું છે.


હુમલો ક્યાં થયો?: ઓમાનના મેરિટાઇમ સિક્યુરિટી સેન્ટર મુજબ ટેન્કર પર હુમલો Musandam Peninsula નજીક Khasab Portથી લગભગ 5 નોટિકલ માઈલ દૂર થયો હતો. આ હુમલો તે સમયે થયો જ્યારે થોડા સમય પહેલાં જ Duqm Port પર ડ્રોન હુમલાની ઘટના બની હતી.

હુમલા બાદ ટેન્કરમાં સવાર તમામ 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં 15 ભારતીય અને 5 ઇરાની નાગરિકો સામેલ હતા.

કેપ્ટન આશિષ કુમારનું પરિવાર શોકમાં: બિહારના Bettiahના રહેવાસી કેપ્ટન આશિષ કુમાર ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પિતા અશોક કુમાર વકીલ છે અને માતા સુનીતા દેવી ગૃહિણિ છે. આશિષની પત્ની અનુષુ કુમારી અને પાંચ વર્ષનો પુત્ર દક્ષ હવે તેમના વાપસીની રાહ જોતાં જ રહી ગયા.

પરિવારને હુમલાની માહિતી પહેલા સોશિયલ મીડિયા અને સમાચાર દ્વારા મળી હતી. ત્યારબાદ શિપ કંપનીએ સંપર્ક કરીને હુમલાની પુષ્ટિ કરી હતી.

મુંબઈના દિક્ષિત સોલંકીનું પણ મોત: મુંબઈના Kandivaliમાં રહેતા દિક્ષિત સોલંકી થોડા મહિનાં પહેલા જ પરિવાર સાથે સમય વિતાવી ફરી ડ્યૂટી પર જોડાયા હતા. થોડા સમય પહેલાં જ તેમની માતાનું અવસાન થયું હતું અને હવે પરિવાર પર ફરી દુઃખનું વાદળ તૂટી પડ્યું છે.

એક ક્રૂ સભ્ય હજુ લાપતા” : રાજસ્થાનના Nagaur જિલ્લાના ખિનવટાણા ગામના દલીપ સિંહ હુમલા સમયે જહાજના આગળના ભાગમાં કામ કરી રહ્યા હતા. કંપનીએ પરિવારને તેમની ગાયબ હોવાની માહિતી આપી છે, પરંતુ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

કેમ મહત્વપૂર્ણ છે હોર્મુઝ જળમાર્ગ? Strait of Hormuz દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ટ્રાન્ઝિટ રૂટમાંનો એક છે. વિશ્વના લગભગ 20% તેલનો પરિવહન આ જળમાર્ગમાંથી થાય છે. Saudi Arabia, Kuwait, Iraq, Qatar, Bahrain, United Arab Emirates અને Iranમાંથી જતો મોટાભાગનો તેલ એશિયા તરફ મોકલાય છે.

આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને કારણે વૈશ્વિક તેલ સપ્લાય અને દર પર અસર થવાની આશંકા પણ વધી ગઈ છે.

Most Popular

To Top