વડોદરા: પાણીગેટ બહાર બાવામાનપુરા નજીક આવેલ આયેશા મસ્જીદમાં ભર બપોરે પોલીસ કાફલાના ધાડે ધાડા ઉતરી પડતા લોકટોળા ઉમટી પડ્યા હતા કાર્યવાહી ચાલું છે. વિસ્તારને કોર્ડન કરી કરીને સઘન કાર્યવાહી ચાલું કરવામા આવી હતી. આશરે ચાર મૌલવીઓની સઘન પુછપરછના પગલે તરેહ તરેહ ની ચર્ચા એ જોર પકડ્યું. મસ્જિદના સંચાલકોના PFI સાથે યેન કેન પ્રકારે મજબૂત તાર જોડાયેલા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
દેશભરમાં જે પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) સંસ્થા પર કેન્દ્ર સરકારે રાતોરાત પાચ વર્ષ નો પ્રતિબંધ લગાવીને અનેક રાજ્યોમાં ચાલી રહેલી તેમની ગતિવિધી ઓને પર્દાફાશ કરવા પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. એનઆઇએનાં ઇનપુટને પગલે વડોદરામાં પણ PFIનું સીધું કનેક્શન હોવાની શક્યતાઓ હોવાના પ્રબળ પગલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો
બાવામાનપુરા વિસ્તાર માં આવેલી આયેશા મસ્જીદમાં ભર બપોરે કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એટીએસની હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન માં ઉચ્ચ અધિકારીઓ સહીત ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી અને સ્થાનીક પોલીસ પણ મદદ અર્થે જોડાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. બાવામાનપુરાની આયેશા મસ્જીદનો સમગ્ર વિસ્તાર ચોતરફ થી કોર્ડન કરી ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . કલાકો સુધી ચાલેલી તપાસ દરમ્યાન મસ્જિદ અને મદ્રેસા એ હિઝબુલ ઈમાન માં હાજર ચાર મૌલવીઓ પીએફઆઇ સાથે સંકડાયેલા છે કે કેમ તેવી શંકાએ અનેક મુદ્દા પર સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
આશરે બે થી ત્રણ કલાક સુધી મદ્રેસા મા ચાલેલા ઓપરેશન દરમિયાન ઓફિસમાં થી કેટલાંક વાંધા જનક દસ્તાવેજૉ અને ગેરકાયદેસર મેળવાયેલા ફંડના પુરાવા એટીએસએ કબ્જે કર્યા હતા અને મદ્રસાએ હિફઝુલ ઇમામ ઓફીસને ATSએ સીલ પણ કરી નાખતા સમગ્ર વિસ્તારમા ઉત્તેજના વ્યાપી ગઈ હતી.ગુજરાત ભરમાંથી પીએફઆઇ સાથે ગાઢ સંપર્ક ધરાવતા કુલ 18 શખ્સોની અત્યાર સુધીમાં એજન્સીઓએ અટકાયત કરીને સઘન પૂછતાછ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા એવુ પણ જાણવા મળ્યું હતું કે મૌલવીઓ ઉપરાંત અન્ય કેટલાક શકમંદોને પણ રાત્રે ક્રાઈમબ્રાન્ચ મા લાવવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડે એટીએસ ના દરોડાને સમર્થન આપતા જણાવ્યું હતું કે અન લો ફૂલ એક્ટિવીટી એક્ટ મૂજબ ભારત સરકાર દ્વારા પીએફઆઇ અને તેની સાથે સંકડાયેલી સંસ્થાઓને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેનો અમલ રાજ્ય સરકારે પણ કર્યો હતો. એસઓજીને એવો માહિતી મળી હતી કે જે સંસ્થાઓ પર બેન મુકવામાં આવ્યો છે તે પૈકીની ઓલ ઈન્ડિયા ઇમામ કાઉન્સિલ જેની પ્રવૃત્તિ પાણીગેટ વિસ્તારમાં આવેલી આયેશા મસજીદ અને તેની બાજુમાં મદ્રેસામાં અગાઊ પણ એક મિટિંગ થઈ હતી જ્યા જડતી દરમ્યાન મદ્રેસા ના શિક્ષકને સાથે રાખી ધાર્મિક લાગણી ના દુભાય તેમ કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. આજ જગ્યા પર ગત ઓક્ટોબર મહિનામાં ગુપ્ત મિટિંગ થઈ હોવાના પૂરાવા મળ્યાં હતાં. ઘટનસ્થળેથી કોઈ વસ્તુ કબ્જે કરવામા આવી નથી. માત્ર સીલ મારવા મા આવેલી છે મસ્જિદની ટ્રસ્ટની જગ્યામાં આવિ કામગીરી થતી હોવાનુ પૂરે પૂરી આશંકા છે. હવે આગળ જૉ આવી પ્રવૃત્તી ચાલુ રાખવામાં આવશે તો ગુનો દાખલ કરવામા આવશે.