Dakshin Gujarat

દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGના દરોડા, કરોડોનું MD ડ્રગ્સનું રો-મટિરીયલ ઝડપાયું

ભરૂચ: સમગ્ર રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે જેને લઈને ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો-મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો-મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યું છે.

  • દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટીરીયલ પકડાયું
  • ગુજરાત ATS અને ભરૂચ SOGએ અંદાજે 31.2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
  • કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ કરાઈ

NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટીરીયલ મળી આવ્યું છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશીલા પદાર્થનું રો-મટરિયલ મળી આવ્યું હતું.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત ATS અને ભરૂચ SOGએ અંદાજે 31.2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંદાજે 1200 લીટર પ્રવાહી કેમિકલ મળી હતી. કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય 2 આરોપીને ધરપકડ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. જો કે આ ઘટના અંગે મંગળવારે ATS પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે.

Most Popular

To Top