વડોદરા: બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીની ઓળખાણ આપીને મોબાઇલ ખરીદીના 15 ટકા નાણાં પરત આપવા ગઠિયાએ યુવાનમાં એટીએમનો નંબર લઇને ગણતરીની જ મિનિટમાં 13 હજાર ઉપાડી લેતા વરણામાં પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
સરકાર અને તંત્રની વારંવાર તાકીદ છતાં મોબાઇલ પર લોભામણી વાતમાં આવીને નાગરિકો બેંક ખાતાની વિગત આપતા જ સાઇબર માફીયાઆેને મોકળું મેદાન મળી જાય છે. આવા જ ઝારખંડ રાજ્યના દેવર જિલ્લાના ગઠીયાએ દવાના સેલ્સમેનને 6 માસ પૂર્વે 13 હજારનો ચૂનો ચોપડ્યો હતો. કપુરાઇ ગામમાં રહેતા ધનજીભાઇ ખુશાલભાઇ રોહિત રાવપુરામાં દવાની દુકાનમાં સેલ્સમેનની ફરજ બજાવે છે.
2020માં જુલાઇ માસમાં તેઓ ઘેર હતા તેમના મોબાઇલની રિંગ રણકી ઉઠતા કોલ રીસીવ કર્યો હતો. અત્યંત મુદુભાષી હિન્દી બોલતા ઇસમે જણાવ્યું હતું કે તેમે જે મોબાઇલ ખરીદી કર્યો છે તેના 15 ટકા નાણાં પરત આપવાના હોવાથી તમારા એટીએમનો 16 ડીજીટનો નંબર અને સીવીસી નંબર તાત્કાલિક જણાવો.
લોભામણી વાતચિતમાં આવીને ધનજીભાઇએ વાતચિતમાં આવીને ધનજીભાઇએ ડભોઇ રોડ સ્થિત કોર્પોરેશન બેંકના પોતાના એટીએમની તમામ વિગતો જણાવી દીધી હતી. ગણતરીની પળોમાં ધનજીભાઇના મોબાઇલ પર 12,999 રૂપિયા ડેબીટ થયાનો મેસેજ આવતા જ ચોકી ઉઠ્યા હતા.
જો કે ભેજાબાજે તેનો મોબાઇલ ફોન તુંરત બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ ગઠિયાના મોબાઇલનો નંબર એક્ટિવ થતા ચકાસણી દરમિયાન ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લાનો હોવાનું ખુલ્યું હતું્. વરણામાં પોલીસે ગુના અંતર્ગત ઊંડી તપાસ હાથ ધરી છે.
મોબાઇલ કંપનીઓના ભ્રષ્ટ અધિકારીઓ સાથે પ્રાઇવેટ સેકટરની કંપનીઓ, બેંક,વિમા કંપનીઓ, વાહનના શો રૂમના સંચાલકો જેવા મબલખ નાણાં આપીને સામાન્ય નાગરિકોના મોબાઇલ નંબરના ડેટ મળવી લીક કરતા જ સાઇબર માફિયાઅઓના રડારમાં આવી જાય છે. સાઇબર માફિયા આવા અેકાઉન્ટની તમામ વિગત મેળવીને મોબાઇલ માલિકનો સંપર્ક કરતા લોભામણી સ્કીમ આપે તો એકાઉન્ટ ધારક તમામ વિગતો આપી જ દે છે.
અને ગણતરીની પળોમાં માફિયાની ઠગ ટોળકી અન્ય રાજ્યમાંથી માેબાઇલ બેંકિગ દ્વારા રૂપિયા ગણી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 98 લાખની ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં તાંત્રિક સહિત ટોળકી સામેલ હતી જેનો તાગ હજુ સુધી મળ્યો ન નથી.