National

અતીકની ઓફિસમાંથી લોહીના ડાઘવાળા કપડાં અને બંગડીઓ મળી, અજુગતું થયું હોવાની આશંકા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની (Atik Ahmed) ઓફિસમાં (Office) તપાસ દરમિયાન પોલીસને લોહીના (Blood) ડાઘ અને ચાકુ મળી આવ્યા છે. આ સિવાય લોહીના ડાઘાવાળા કપડા પણ મળી આવ્યા છે. અતીકની ઓફિસમાંથી લોહીથી ખરડાયેલી બંગડીઓ પણ મળી આવી છે. પ્રયાગરાજના (Prayagraj) ચકિયામાં માફિયા અતીક અહેમદની ખંડેર થયેલી ઓફિસમાં સોમવારે ઠેર-ઠેર લોહી ફેલાયેલું જોવા મળ્યું હતું. સીડી પર લોહીના તાજા ડાઘ જોવા મળ્યા હતા. પહેલા માળેથી એક મહિલાની સાડી અને કેટલાક અન્ડરગાર્મેન્ટ્સ મળ્યાં હતાં. પોલીસને શંકા છે કે અહીં એક મહિલાની હત્યા કર્યા બાદ તેની લાશ બહાર ફેંકી દેવામાં આવી છે. આ મામલે પોલીસ દોડતી થઈ છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ માફિયા અતીક અહેમદની પ્રયાગરાજના ચાકિયામાં ઓફિસ છે. આ ઓફિસ ખંડેર હાલતમાં છે. યુપી પોલીસની ટીમ સોમવારે અહીં તપાસ માટે પહોંચી હતી. અહીં લોહીના ડાઘ દેખાયા હતા. સીડી પર લોહીના તાજા ડાઘ દેખાયા હતા. અતિકની ઓફિસના પહેલા માળેથી પોલીસને એક મહિલાની સાડી અને કેટલાક અન્ડરગાર્મેન્ટ્સ મળી આવ્યા હતા. અહીં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ પછી તેની લાશ બહાર ક્યાંક ફેંકી દેવામાં આવી હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. તપાસ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્પોટ પર લોહી જેવા ડાઘા દેખાતા હતા. એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. લાલ રંગના લોહીના ડાઘા નીચે દાદરની નજીક દેખાય છે અને રસોડાની નજીક અંદર પણ લોહીના ડાઘા દેખાય છે. અમે તપાસ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે ચકિયા કરબલામાં સ્થિત માફિયા અતીક અહેમદની આ ઓફિસને યોગી સરકારે બે વર્ષ પહેલા તોડી પાડી હતી. ઓફિસનો એક ભાગ બચી ગયો છે, જ્યારે અડધાથી વધુને PDA દ્વારા બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો. સોમવારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતાં બીજા માળે રસોડામાં રાખેલો સામાન પણ અવાવરુ હાલતમાં જોવા મળ્યો હતો. હીટર સહિત અન્ય સામાનને નુકસાન થયું હતું. સોફા પર સફેદ રંગનો દુપટ્ટો જોવા મળ્યો હતો. તેમજ બંગડીઓ પર જોવા મળી હતી જેના પર લોહી ના ડાઘ છે. નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. જોવામાં આવશે કે તાજેતરમાં કોઈ વ્યક્તિ અંદર ગઈ છે કે કેમ?

Most Popular

To Top