Charchapatra

આથમતું એન્જિનિયરિંગ

એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર હતી. પરંતુ તાજેતરના ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફૉર ટૅક્નિકલ એજયુકેશનના એક રિપૉર્ટ મુજબ, ઍન્જિનિયરિંગની બેઠકો ઘટીને ૨૩. ૨૮ લાખની થઈ ગઈ છે. ચાલુ વર્ષ 2021-22માં 6૩ એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે 0૧. ૪૯ લાખ બેઠકોનો ઘટાડો થવાની શક્યતા છે. વિશેષ. વર્ષ ર01પથી ર0૧૯ દરમિયાન ૫૧૮ એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ ગઈ છે.

શરણમાં ધી ઑલ. ઇન્ડિયા સર્વ ઑન હાયર ઍજ્યુકેશનના રિપૉર્ટ-ર019 મુજબ આ ક્ષેત્રમાં ૮0%એ. પહોંચી ગયેલો બેરોજગારીની દર છે. બેરોજગારીના કારણો અને તારણો તપાસીએ તે ટેકિનકલ કૉલેજો. દ્વારા વિદ્યાર્થીઓન વ્યવહાર (પ્રેક્ટિકલ) જ્ઞાન અલ્પમાત્રામાં મને તાત્વિક-સૈદ્ધાંતિક માહિતી (થિયરી) જ્ઞાન અતિમાત્રામાં આપવામાં આવે છે. એટલું જ નહીં પણ, નૂતન અને અદ્યતન ટેકનોલૉજી અને તે સંબંધિત શિક્ષણ પદ્ધતિમાં આવેલા અને આવી રહેલા પરિવર્તનો સાથે, ટેક્નિકલ કૉલેજો. તાલ મિલાવી શકી નથી. સામાન્યત: યંત્રજ્ઞાનક્ષમતા વિકસાવવા અને તે સંબંધિત. વિભિન્ન પ્રકારની સમસ્યાઓને ઉકેલવા

અર્થે સ્નાતક સુધીના અભ્યાસ દરમિયાન એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ બે વાર પ્રશિક્ષાગ (ઇન્ટનશિપ) લેવુ અત્યંત જરૂરી છે, પરંતુ ફક્ત એક જ વાર યંત્રજ્ઞાનનું પ્રશિક્ષણ (ઇન્ટર્નશિપ) લેતા વિદ્યાર્થીઓની સાખ્યા 40% છે, અને એકથી વધુ વાર પ્રશિક્ષણ લેતા. વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 07 % જેટલી જ છે, વધુમાં. દેશમાં મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવા માટે એંગ્રેજી ભાષાનું જ્ઞાન પાયાની જરૂરિયાત છે.

પરંતુ, અંદાજિત ૬7 % એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં તેને અભાવ છે. પરિણામે ધ ન્યૂ ઍન્યુઅલ એમ્પ્લૉબિલિટી સર્વે-201૯ મુજબ. દેશના ૮0% એન્જિનિયર્સ વર્તમાન જ્ઞાન. કુનેહ અને કૌશલ્ય આધારિત અર્થવ્યવસ્થાન નોકરીને લાયક રહ્યા નથી. ટૂંકમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાનું ભાવિ ઉજ્જવળ કરવા માટે વાર્ષિક 06 લાખ સ્નાતકો ફાલ આપતી એન્જિનિયરિંગ કોલજોની સંખ્યાની વધારવાના બદલે હાલમાં અસ્તિત્વ ધરાવતી કોલેજોની ગુણવત્તા યાંત્રિકક્ષેત્ર સતત પરિવર્તન પામતા આધુનિક સમયના આધારે સુધારવાની તાતી જરૂર છે.
સુરત     – પ્રા. જે. વઘાસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top