વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વખત શપથલીધા બાદ પ્રથમ વખત વડોદરામાં આવ્યા છે. તેમના દ્વારા રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ અકોટા સ્થિત સયાજીનગર ગૃહમાં આવી પહોંચ્યા હતા. જયા વડોદરા ના મધ્ય મા આવેલ ન્યાંયમંદિર નું હસતાંતરન કરવા આવ્યું હતું. તેમજ સમા મા આવેલ બગીચા નું પણ લોકાપર્ણ કરવામા આવ્યું હતું.સ્થળ પર તેઓ ચાલતા આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ તમામે ડાયસ પર સ્થાન ગ્રહણ કર્યું હતું.
પ્રારંભમાં મેયર અને ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે, વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા આ નવીન બ્રિજથી હલ થશે.આ બ્રિજને સાકાર ક૨વા માટે રૂ.૧૦૦ કરોડ ફાળવીને તેના કામને વેગ આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રી તેમજ ભાજપ ૨ાજ્ય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પીઠબળથી વડોદરાના અગત્યના વણ ઉકેલ્યા પ્રશ્નો હલ થયા છે. તેમણે ચુંટણીમાં ભવ્ય વિજયની ભેટ આપવા માટે નગરજનોનો આભાર માન્યો હતો અને અટલજી અટલ થે સદૈવ અટલ રહેંગે ની પંક્તિઓ સાથે સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીને હાર્દિક અંજલિ આપી હતી.
મુખ્યમંત્રીએજણાવ્યું હતું કે, વડોદરાવાસીઓએ રંગ રાખી દિધો છે. પાંચેય ધારાસભ્યો 75 હજાર વોટથી વધારેથી જીત્યા છે. વાત થતી હતી કે, અહિંયા બ્રિજ અને બ્રિજમાં થોડુ લેટ થયું. પણ બીજા બધા કામો અને નરેન્દ્રભાઇ પર આપનો વિશ્વાસ અને પ્રેમ. હવે આ વિશ્વાસ ના તુટે તેની જવાબદારી અમે લઇએ છીએ. આજે સુશાસન દિવસ છે. સુશાસનથી કોઇ પણ આમ જનતાને કોઇ જાતની તકલીફ ના પડે તે રીતે સરકાર ચાલે તેના માટેનો હરહંમેશ પ્રયત્ન રહેશે. આજે નાના માણસો કોર્પોરેશન જાય અને તેની વાત ક્યાંય સંભળાય નહિ તેવું ન થાય તેની પૂરે પૂરી કાળજી લેવામાં આવશે. તેના અનુસંધાને આજે અમે દરેકે દરેક મહાનગર પાલિકા સીએમ ડેસ્ક બોર્ડ સાથે જોડી દીધી છે. દરેક પાલિકામાં ચાલતા કામો અમે મોનીટરીંગ કરી શકીશું. આજે સુશાસન દિવસ છે, શરૂઆત કરી દીધી છે.
નરેન્દ્રભાઇએ જે છેલ્લે 2 દાયકાથી વિકાસની યાત્રા શરૂ કરી, અને દરેક ક્ષેત્રે મજબૂત પાયો નાંખ્યો. અને પાયામાં જે તેમનું વિઝન રહ્યું છે. છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડાય તેની માટે હરહંમેશ પ્રયત્ન હોય છે. અમે ફેમીલી કાર્ડ યોજના લાવી રહ્યા છે. ફેમીલી કાર્ડમાં આવે જે મળવા પાત્ર યોજના છે. એ તેને મળે, અને તેણે દરેક વખતે જૂદી અરજી ન કરવી પડે. તેના માટેનો પ્રયત્ન છે. આપણે નરેન્દ્રભાઇની આયુષ્યમાન કાર્ડ 5 લાખથી વધારીને 10 લાખ કરવા જઇ રહ્યા છે.