હાલ થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં ખુલ્લો મુકાયેલો ‘અટલ બ્રીજ’ ભારે ચર્ચામાં છે! એની ફી ને લઇને! સોશ્યલ મીડિયા ઉપર પણ ભારે કટાક્ષો થઇ રહ્યા છે! આ બ્રીજ ઉપર ૩૦ મીનીટ ચાલવાની ફી રૂપિયા ૩૦ નકકી કરાઇ છે જેની સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે! અહીં કદાચ એવી દલીલ થાય કે આ ફી બ્રીજના મેઇનટેનન્સ માટે લેવામાં આવે તો ડ્રેનેજ, રોડ, પાણી, સ્ટ્રીટલાઇટ, શહેરના એક છેડેથી બીજે છેડે જવા માટે નદી ઉપર બંધાતા બ્રીજો આ બધી પ્રાથમિક સુવિધાઓ છે જે જનતાને આપવાની મ્યુ. કોર્પોરેશન અને શાસકોની ફરજ છે અને એના માટે મ્યુ. કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્ષના નામે તગડો વેરો વસૂલ કરે છે અને મસમોટી આવક ઊભી કરે છે તેમાંથી આવા બીજોનું મેઇનટેનન્સ ના થઇ શકે? હાલ ભારે વરસાદને કારણે ખરાબ રસ્તાઓને લીધે આખું ગુજરાત ચર્ચામાં છે ત્યારે આ બ્રીજની કામગીરી કેટલી મજબૂત છે કે નબળી છે એ તો આવનાર સમય જ કહેશે, પણ આ રીતે માત્ર ને માત્ર બ્રીજ ઉપર ચાલવા માટે જનતા પાસેથી ફી વસૂલવી એ સરકારની કે શાસકોની સંવેદનશીલતા તો ના જ કહેવાય!
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અટલ બ્રીજ ભારે ચર્ચામાં
By
Posted on