SURAT

ગન પોઈન્ટ પર સુરતની ટ્રક રોકી કોસંબામાં લાખોનું કાપડ લૂંટનાર ગેંગ પકડાઈ

  • કોસંબામાં તમંચાની અણીએ 78.92 લાખના કાપડની લૂંટ કરનાર ધાડપાડુ ટોળકી ઝડપાય
  • સુરત જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ટોળકીને ઝડપી કાપડ અને ટ્રક સહિતનો મુદ્દામાલ રિક્વર કર્યો

સુરત: સચીન હોજીવાલા (Sachin Hoziwala) ઇન્ડસ્ટ્રીઝમાંથી 78.92 લાખથી કાપડનો જથ્થો ભરીને યુપી (UP) જવા માટે નિકળેલા ટ્રાન્સપોર્ટની (Transport) ટ્રકને કોંસબાના (Kosamba) પીપોદરા પાસે કન્ટેનર ટ્રકે આંતરી ઉભી રખાવ્યા બાદ પાંચ બુકાનીધારીઓએ ટ્રક ચાલકને તમંચો અને ચપ્પુ બતાવીને ”આવાઝ નીકાલી તો ગોલી માર દુંગા, હમ કહેતે હૈ, પૈસા નિકાલ, નહીં તો ગલા કાંટ દુંગા” કહી બંધક બનાવી અન્ય વાહનમાં અપહરણ કરી કુલ 78.92 લાખનો મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત તા 15મી જાન્યુઆરીના રોજ કોલકત્તા એક્સપ્રેસ રોડલાઈન્સની ટ્રક સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી સ્ટીલ ગુડ્સનો માલ જેમાં અલગ અલગ કંપનીનો માલના કુલ 298 બોક્સ તથા પાર્સલ ભરવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઇવર મહંમદ સોયેબ કુરેશી 17મીના રાત્રીએ નેહા નં 48 ૫૨ મુંબઇથી અમદાવાદ હાઇવે પર યુપી જવા નીકળ્યો હતો. તે દરમ્યાન રાત્રીના બે વાગ્યાના અરસા પીપોદરા પાસે એક કન્ટેનર ચાલકે તેની ટ્રક ઓવરટેક કરી આગળ ઊભી રાખી હતી. અને ડ્રાઈવર સોયેબ કંઈ વિચારે તે પહેલા કન્ટેનરમાંથી પ બુકાનીધારી ટ્રકની કેબીનમાંથી ચઢી આવ્યા હતાં. અને ડ્રાઇવરને સીટ પરથી નીચે પાડી નાંખી તમંચો બતાવી, ચપ્પુ અને લોખંડના સળીયાથી ઇજા પહોંચાડી હતી, અને તેઓ જેવું કહે તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં ધાડપાડુઓ પ્લાસ્ટિકની દોરીથી ડ્રાઇવરના હાથ પગ બાંધી, મોંમાં કાપડનો ડૂચો મારી દીધો હતો. ત્યારબાદ પાંચ પૈકી એક ધાડપાડું ટ્રક ચલાવવા લાગ્યા હતો. જ્યારે બીજા ચાર ઇસમોએ ડ્રાઇવરને તમંચો બતાવી માથા પર મુકી એક ઇસમો ચપ્પુ ગરદન પર મુકી પૈસા કહાં હૈ? તેમ જણાવી પેન્ટમાંથી 250 રોકડા તેમજ બીજા રૂપિયા ક્યાં છે તેમ પુછી બેગના ખાનામાં મુકેલ 1200 રોકડા લૂંટી લીધા હતાં. લૂંટારૂઓએ તેને અવાજ કરશે તો ગોળી મારી દઇશું. અને ડ્રાઇવરને ધાબળો ઓઢાડી કેબિનમાં બેસાડી રાખ્યો હતો. બાદમાં એક કલાક પછી ડ્રાઇવરને ઉંચકીને અન્ય કોઇ ફોરવ્હીલ કારમાં પાછળની સીટ પર બેસાડીને બારડોલી નજીક રાત્રે ઉતરી ભાગી ગયા હતા. બનાવ અંગે ડ્રાઇવર સૌયેબની ફરિયાદને આધારે કોસંબા પોલીસે 92 લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આટલી મોટી ૨કમની લૂંટની ઘટના બની હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસની સાથે એલસીબીને પણ તપાસમાં જોડાય હતી. ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં એલસીબીને સફળતા મળી છે.. એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં લૂંટમાં સંડોવાયેલા પાંચેય બુકાનીધારીઓએ ઝડપી પાડી લૂંટનો તમામ મુદ્દામાલ ક્બજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top