ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજમાં (Dahej) આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં (Om Organic Company) અચાનક બ્લાસ્ટ (Blast) થતાં આગ (Fire) ફાટી નીકળી હતી. જેમાં 6 કામદારો બળીને ભડથું (Death) થયા હતા. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભીષ્ણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
- રવિવારે મોડી રાત્રે ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી
- અચાનક બ્લાસ્ટ બાદ કંપનીમાં આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું
- ઘટનામાં 6 કામદારો જીવતા બળીને ભડથું થઈ ગયા
- ઘટનાની જાણ થતાં ફાયરવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા
રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઝપેટમાં 6 કામદરો જીવતા દાઝી જવાથી તેમના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાના સમાચાર મળતા જ ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. કંપનીમાં બ્લાસ્ટ બાદ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ કંપનીના ફાયર સેફ્ટીને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના અંગે ભરૂચના એસપી લીના પાટિલે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 12:30થી 1 વાગ્યાની વચ્ચે દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે પ્લાન્ટમાં આગ લાગી હતી એ મિક્સોલ્વન્ટ પ્લાન્ટ છે અને એમાંથી ડિસ્ટીલ્યુશનનું કામ કરે છે. અને એમાંથી અલગ અલગ રસાયણો બનાવે છે. એ દરમિયાન રિએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયા બાદ આગ લાગી ગઈ હતી. પ્લાન્ટમાં 6 કામદારો કામ કરતા હતા એ તમામનાં મૃત્યુ નિપજ્યાં હતાં. આ તમામ મૃતકોની લાશને સિવિલ ખાતે મોકલવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ કંપની એક-સવા વર્ષથી કામ કરે છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ કેવી રીતે લાગી તે અંગે એફએસએલની ટીમ અને અન્ય ટીમોની તપાસ બાદ જાણવા મળેશે.