Science & Technology

નાસા ઓર્ટમિઝ મૂન મિશન દ્વારા ચન્દ્રની ભૂમિ પર નવેસરથી માનવીને મોકલશે!

વરસ 1969માં માનવી ચન્દ્ર પર પહોંચ્યો તે અગાઉના પ્રયોગોમાં પણ અવકાશમાંથી પરત ફરતી વેળા સમુદ્રમાં પેરાશૂટ વડે લેનિંગ કર્યું છે અને ત્યારબાદનાં અનેક મિશનોમાં આ ઘટના એક સામાન્ય પ્રોસીજર બની ગઈ. એપોલો તેર (13) મિશન મુશ્કેલીમાં સપડાયું અને અવકાશયાત્રીઓ બચી ગયા તેને માત્ર એક ચમત્કાર જ ગણી શકાય તે મિશનના ચન્દ્ર યાત્રીઓને અમેરિકા નજીકના સમુદ્રમાં ઊતારવામાં સફળતા મળી હતી. એપોલો સત્તર બાદ નાસા દ્વારા સમાનવ મૂન મિશનો પડતાં મૂકવામાં આવ્યા હતાં અને હવે આવતા વરસમાં અમુક પ્રાયોગિક ચકાસણી બાદ વરસ 2024 અને 2025માં અમેરિકાનું નાસા પોતાના ઓર્ટમિઝ નામક મૂન મિશન દ્વારા ચન્દ્રની ભૂમિ પર નવેસરથી માનવીને મોકલવાનું છે.

છેલ્લા 54 વરસમાં ટેકનોલોજીમાં એવડા મોટાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તનો આવ્યા છે કે 1969ની સરખામણીમાં હવેના મિશનો પ્રમાણમાં ઘણા સુગમ પડશે. મોટા ભાગની કમાલો નાનકડાં કદની કોમ્પ્યુટર ચિપ્સ કરશે જે 1969ના મિશનમાં ખૂબ પછાત અવસ્થામાં હતી. ટેકનોલોજીમાં અનેક પ્રાઈવેટ કંપનીઓએ નેત્રદીપક સંશોધનો અને વિકાસ પ્રાપ્ત કર્યા છે તેનાથી મિશનો સરળ અને સસ્તા થયા છે. જેમ કે ઇલન મસ્કની સ્પેસએકસ કંપનીએ વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવું પ્રોપેલર રોકેટ વિકસાવ્યું છે. તેથી પ્રવાસનો ખર્ચ ખૂબ ઓછો આવે છે. તે અગાઉના રોકેટો વાતાવરણમાં લખી જતા અથવા અવકાશમાં અનંત પ્રવાસે ફેંકાયા બાદ જતા રહેતા.

આમ છતાં હમણા ગઇ 11 ડિસેમ્બરના રોજ અમેરિકાના પ્રશ્ચિમ કાંઠે આવેલા કેલિફોર્નિયાના સમુદ્ર કાંઠાની નજીક પ્રાયોગિક ધોરણે ‘ઓરીઅન’ નામક કેપ્સુલ અથવા અવકાશી વાહન સફળતાપૂર્વક સમુદ્રમાં ઊતર્યું. માત્ર આવું યાન જ ઊતારવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો ન હતો. છતાં સમુદ્રમાં યાનનું ઊતરાણ એક જૂની પદ્ધતિ થઇ ગઇ છતાં આ 11 ડિસેમ્બરની ઘટનાને વિશ્વના મીડિયા અને વિજ્ઞાન જગતમાં ખાસ્સી પ્રસિદ્ધિ મળી. તો તે માટેનું વિશેષ કારણ છે. સરળ અને સાદી જણાતી આ ઘટનામાં એક ખાસ અને વિશેષ પ્રયોગ પ્રથમવાર યોજવામાં આવ્યો હતો અને તેમાં નાસાને તેમાં ધારેલી સફળતા મળી છે. વાસ્તમાં હવે પછી 26 દિવસનું સમાનવ મિશન ચન્દ્ર પર જશે તે આખા મિશનનું આ એક ગ્રેન્ડ રિહર્સલ હતું. જેમાં માનવીઓ સિવાય બધું જ હતું. અને માનવીની મદદ વગર પણ આ મિશન આપમેળે પાર પડાયું છે ત્યારે સમાનવ મિશનમાં યંત્રો સાથે માનવો હસે. તેથી ઓટેમિઝ વનના મિશનમોમાં ચાર ચાંદ લાગી જશે. મિશન વધુ સરળ, વધુ સલામત અને પરિણામ દાયક બનશે.

રશિયા હજી સુધી ચન્દ્ર પર ગયું નથી. છતાં તેના અવકાશયાત્રીઓ અવકાશમાં જરૂર ગયા છે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તો રશિયા, અમેરિકા અને યુરોપીઅન સ્પેસ એન્જસીના અવકાશવીરો, વિજ્ઞાનીઓ વગેરે સાથે મળીને 2 દશકથી વધુ સમય ચલાવ્યું પણ રશિયાનો પોતાનાં સ્વતંત્ર મિશનોમાં અવકાશમાંથી ધરતી પર સમુદ્રની મદદ વગર કેવી રીતે ઊતરાણ કરે છે તેની સ્પષ્ટ અને સાચી વિગતો વરસો સુધી બહાર આવી ન હતી.એક એવી વાત હતી કે અવકાશયાન જમીનને સ્પર્શવાનું હોય તેના અમુક સમય અગાઉ યાત્રીઓ પેરાશૂટ વડે કૂદી પડતા હતા અને ઇલેકટ્રોનિકસ સાધનોનાં સિગ્નલો વડે તેઓને વન કે અરણ્યમાંથી શોધી લેવામાં આવતાં હતા.

બીજી વાત એવી કે અવકાશ યાનના રોકેટને અંદરથી વિરુદ્ધ દિશામાં ધક્કો વાગે એવા એન્જીનો શરૂ કરવામાં આવે છે જેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તે જમીન તરફ ધસી આવતા હોય તે ઝડપમાં ઘટાડો થઇ શકે છે. પરિણામ અત્યંત ઝડપથી નીચે આવતી વેળા વાતાવરણ સાથે ઘર્ષણને કારણે ગરમી પેદા થાય તેની માત્રા ઘટે. આ ગરમી જ એક મોટું ભયંકર જોખમ છે. 2003માં ભારતીય વંશના કલ્પના ચાવલા સ્પેસ શટલ કોલંબિયા દ્વારા,આકાશમાં લાંબો સમય રહેવાનું મિશન પૂરું કરીને આવી રહ્યા હતા ત્યારે કોલંબિયા શટલ ટેકસાસની આકાશમાં તૂટી પડયું હતું. કલ્પનાની સાથે અન્ય 6 અવકાશયાત્રીઓ માર્યા ગયા હતા.

એ સ્પેસ શટલ વિમાનને મળતા બનાવાયા હતા અને જમીન પર લેન્ડિંગ કરી શકતા. પરંતુ આ શટલોની ચાંચ અથવા મુખ તેમજ બોડી પર એક ખાસ જાતની ટાઈલ્સ જડવામાં આવી હોય છે જેથી બહાર અઢીથી ત્રણ હજાર ફેરનહીટ ગરમી ઘર્ષણને કારણે પેદા થાય તો પણ યાન ઇન્સ્યુલેટ રહે અને પ્રચંડ ગરમીમાં સળગી ન જાય. પણ કોલંબિયાની ટાઈલ્સ તે રવાના થયું ત્યારે જ ખડી ગઈ હતી. પ્રચંડ ગરમીમાં ટાઈલ્સને બોડી સાથે ચીટકાડી રાખવી તે પણ એક ભગીરથ કાર્ય હોય છે. ઘણા વિજ્ઞાનીઓ જાણતા હતા કલ્પનાવાળું કોલંબિયા ટુંકમાં સમાનવ યાનનું સફળતાપૂર્વક ઊતરાણ કરાવવું તે એક જોખમ છે.

નાસાનું હમણાંનું ઓરીઓન યાન (કેપ્સુલ) પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને ઊતરતા ક્રમમાં પ્રદક્ષિણા શરૂ કરી ત્યારે ગરમી બચાવ કવચ અથવા શિલ્ડનું તાપમાન 2760 (સત્તાવીસ સો સાઠ) સેન્ટીગ્રેડ પર પહોંચી ગયું હતું. પરંતુ વિજ્ઞાનીઓ અને ટેકનોલોજીસ્ટોએ આ વખતે આ યાન સાથે એક નવી યંત્રણા અને નવો વિચાર જોડયાં હતા. એટલે આ યાનની પૃથ્વી પરની ઘરવાપસી આજ સુધીના અન્ય મિશનો કરતા અલગ અને ‘હટ કે’ રહી હતી જેથી તેને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી.

આ યાન સીધે સીધું સમુદ્ર તરફ, અહીં પેસિફિક મહાસાગર તરફ ઘસવાને બદલે જયારે તે પૃથ્વીની સપાટી એકસઠ (61) કિલોમિટર ઊંચે હતું ત્યારે વાતાવરણમાં તેને ખાસ ડિજિટલ મેનુવર વડે યુ ટર્ન લેવડાવીને ફરી અનંત આકાશની દિશામાં વાળવામાં આવ્યું હતું. પરિણામે યાન માટે જે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર હતું તેમાં ફેરફાર થયો. યાન ફરીથી અકાશમાં વધુ 30 કિલોમિટર ઊંચે ગયું. સમજો કે લગભગ 90 (નેવું) કિલોમિટર પહોંચ્યું. હવે યાન ઉપર જઇ રહ્યું હતું અને પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને ખેંચી રહ્યું હતું. પરિણામે દૂરથી ધસમસતા આવી રહેલા યાનની ઝડપમાં ખૂબ ઘટાડો થયો.ઝડપ ઘટી તો ઘર્ષણ ઘટયું અને ઘર્ષણ ઘટયું તો યાનને નડતી ગરમી ખાસ્સી ઘટી. એ આકાશમાં જ ઠંડુ પડયું. દરમિયાન ધાર્યા મુજબ તેનો અવકાશમાં દોરી સંચાર કરી શકાયો તેથી સમુદ્રમાં કઇ જગ્યાએ, કયારે ઊતારવું તે માટેનો વધારાનો સમય વિજ્ઞાનીઓને મળ્યો.આ રીતે લેન્ડિંગ ચોક્કસ સ્થળે સલામત રીતે કરાવી શકાયું.

અવકાશ પ્રવાસની દિશામાં આ એક માઈલ સ્ટોન છે અને ભવિષ્યમાં પ્રવાસીઓને અવકાશ પ્રવાસે લઇ જવાના છે તેઓને પણ સલામત રીતે જમીન કે સમુદ્ર પર ઊતારી શકાશે. જહાજ 90 કિલોમિટરથી ઊતરે ત્યારે કાબુમાં રાખી શકાશે અને ગરમ પણ નહીં થાય. જે અનોખી વાત છે તે જહાજને માર્ગમાંથી જ ફરી ઊંચી લઇ જઈને તેની ઝડપ ભાંગવાની વાત છે. કલ્પના ચાવલાના સમયમાં આ ટેકનોલોજી હોત તો એ જીવતાં હોત. જહાજ યુ યર્ન (સાદી ભાષામાં) લઇને આકાશ તરફ જાય ત્યારે તેને જે ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે તેમાં 40 ટકાનો ઘટાડો થાય છે. આ સિવાય હીટ-શિલ્ડ માટેની અન્ય આધુનિક અને વિશ્વાસપાત્ર ટેકનિકો ઈજાજ થઇ રહી છે જેથી અવકાશયાત્રા વધુ સલામત બનશે.

સમાનવ આર્ટેમિઝ ટુ મિશન 10 દિવસનું હશે. જે 2024માં ઉપડશે. તેમાં 4 અવકાશવીર હશે અને તે માત્ર ચંદ્રની પ્રદક્ષિણા કરીને પરત ફરશે. મુખ્ય ફલેગશીપ મિશન 2025માં રવાના થશે. જે લગભગ એક મહીનો ચાલશે. તેમાં પણ 4  અવકાશયાત્રી હશે જેમાં 2 ચન્દ્રની ધરતી પર ઊતરશે.  જેમાંની એક સ્ત્રી હશે. ચન્દ્ર પર જનારી ઇતિહાસની એ સૌ પ્રથમ મહિલા હશે. બીજા 2 યાત્રીઓ લ્યુનર યાનમાં બેસીને ચન્દ્રની પરિક્રમા કરતા રહેશે પણ ચારેય યાત્રી તાલમેલમાં કામ કરતાં હશે. 1972માં એપોલો સત્તર ચન્દ્ર પર ગયું ત્યારબાદ ચન્દ્ર પર કોઇએ ફરીથી પગ મૂકયો નથી.ચેક 2025માં તેનું પુનરાવર્તન થશે. પરંતુ પૃથ્વી પરના વાતાવરણમાં આકાશમાં અંગ્રેજીના 8ની માફક લૂપ બનાવીને આગળ વધવાની પદ્ધતિએ મહત્વની ચિંતા ખૂબ હળવી બનાવી દીધી છે.

Most Popular

To Top