એક્સિઓમ-04 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા આવી શકે છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ તેમના પાછા ફરવાની માહિતી આપી છે.
ઈસરોના જણાવ્યા અનુસાર, શુભાંશુ તા.14 જુલાઈએ અવકાશથી પાછા ફરશે અને તા.15 જુલાઈએ પૃથ્વી પર પહોંચશે. શુભાંશુ સાથે ISS ગયેલા અન્ય 3 અવકાશયાત્રીઓ પણ સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા પાછા ફરશે.
કેલિફોર્નિયા પાછા ફરશે: શુભાંશુ
ઈસરોએ સોશિયલ મીડિયા પર શુભાંશુના પાછા ફરવાની માહિતી આપતાં કહ્યું કે, ISS માંથી ડ્રેગન અવકાશયાનને અનડોક કર્યા પછી, બધા અવકાશયાત્રીઓ તા.15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3 વાગ્યે(ભારતીય સમય મુજબ) યુએસએના કેલિફોર્નિયા નજીકના દરિયાકાંઠે પહોંચશે.
શુભાંશુએ ઇતિહાસ રચ્યો:
તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા 14 દિવસના મિશન પર ISS માટે રવાના થયા હતા. તેઓ ISSમાં જનારા પહેલા ભારતીય બન્યા છે. તે જ સમયે, ભારતીય અવકાશયાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી, તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે.
શુભાંશુએ ISSમાં 7 પ્રયોગો કર્યા : આ અંગે માહિતી આપતા ISRO એ કહ્યુ,
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ભારતના એક્સિઓમ-04 મિશન હેઠળ 7 માઇક્રોગ્રેવિટી પ્રયોગો કર્યા છે. આમાંથી 4 પ્રયોગો સફળ રહ્યા છે અને બાકીના 3 પ્રયોગો પણ સફળતાની ખૂબ નજીક છે.
આવતીકાલથી પરત ફરવાની તૈયારીઓ શરૂ કરશે:
તા.13 જુલાઇ રવિવારે, એટલે કે આવતીકાલે, બધા અવકાશયાત્રીઓ તેમના અવકાશમાં કરેલા પ્રયોગોના નમૂનાઓ પેક કરવાનું શરૂ કરશે. ફ્લાઇટ સર્જનની દેખરેખ હેઠળ, બધા પૃથ્વી પર પાછા ફરવાની તૈયારી કરશે. આખો દેશ શુભાંશુના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.