Gujarat

9 -11મી ઓકટો.ના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election)જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. જયારે છેલ્લા 10 દિવસની અંદર બે વખત કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સતત ગુજરાતના પ્રવાસે આવી ચૂકયા છે. જયારે આવતીકાલથી કેન્દ્રના 10 જેટલા મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એસ સંતોષ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે મહારાષ્ટ્રથી કાર્યકરોની ફોજ આવી રહી છે
આ કેન્દ્રિય પ્રધાનો પોતાને સોંપવામા ઝોનમાં પ્રવાસ કરશે એટલું જ નહીં ભાજપના પ્રચારમાં જોડાશે. કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખી પણ દક્ષિણ ગુજરાતના પ્રવાશે આવી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય રાજ્યાના કાર્યકરોની ફોજ પણ ગુજરાતમાં ઉતારવામાં આવી રહી છે. અમદાવાદમાં 16 બેઠકો માટે કામગીરી કરવા માટે ઉત્તર પ્રદશના 128 હોદ્દેદારો અમદાવાદ આવી ગયા છે. ઉત્તર ગુજરાતની 40 બેઠકો માટે રાજસ્થાનથી 80 હોદ્દેદારો આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠકો માટે ઉત્તર પ્રદેશ 120 હોદ્દેદારો આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે મહારાષ્ટ્રથી કાર્યકરોની ફોજ આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી પણ તા.9 અને 11મી ઓકટો.ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં મહેસાણા, મોઢેરા, આણંદ, રાજકોટ અને જામકંડોરણામાં કાર્યક્રમો યોજાનાર છે.

Most Popular

To Top