ભરૂચ: ગુજરાત વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) 2022 લઈ હવે ઉત્તેજના ચારેકોર વ્યાપી ગઈ છે. કોને ટિકિટ મળશે અને સંભવિત ઉમેદવારો (Candidetes) કોણ છે તેની તાલાવેલી દિવાળીના તારામંડળની જેમ જોવા મળી રહી છે.ઇલેક્શન ફીવર પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે ત્યારે ચૂંટણી પહેલા ભાજપનું (BJP) ફેક લિસ્ટ (Fake List) ભરૂચમાં સોશિયલ (Social) મીડિયામાં (Media) બહાર આવ્યા હોવાની વાતે પ્રદેશ કક્ષા સુધી દેકારો મચી ગયો છે. એ શંકા એ હતી કે ભાજપે માત્ર વાગરા તેમજ જંબુસર વિધાનસભા માટે ફરતી થયેલી સંભવિત ઉમેદવારોની યાદી બોગસ હોવાનો ફોડ પાડવાની નોબત આવી છે.
- યાદીને લઈ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ રાજકારણમાં દિવાળી પહેલાં જ આતશબાજી અને ધૂમધડાકા
- સાંસદ મનસુખ વસાવાએ કહ્યું: ‘કોઈએ લેટર પેડનો ઉપયોગ કરી બોગસ યાદી બનાવી’
- આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી: જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા
આખું પ્રકરણ બોગસ : ભરૂચ સાંસદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લાની ૨ બેઠકની ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં ભરૂચની રાજનીતિમાં ભારે હડકંપ મચી ગયો છે, જેમાં જવાબદાર હોદ્દેદારોની કોઈ સહી ન હોવાથી આખું પ્રકરણ બોગસ હોવાનો ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી ફોડ પાડવો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી છે એમ કહ્યું હતું.જો કે, સોશ્યલ મીડિયા ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને ભરૂચ ભાજપના લેટર પેડ ઉપર વાયરલ થયેલી સંભવિત યાદીમાં જંબુસર વિધાનસભા બેઠક માટે છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, બળવંતસિંહ પઢિયાર, ડી.કે.સ્વામીનાં નામો રજૂ કરાયાં છે. જ્યારે વાગરા બેઠક માટે અરુણસિંહ રણા, ફતેસિંહ ગોહિલ, ધીરજ ગોહિલ, સંજય ચાવડા અને નકુલદેવ રણા સંભવિત ઉમેદવારોનાં નામનો સમાવેશ કરાયો છે.
ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું હોવાનો સાંસદે પ્રતિક્રિયા આપી
ભરૂચ જિલ્લા ભાજપમાં વાયરલ યાદીને લઈ ખળભળાટ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આ યાદી બોગસ અને ફેક છે. કોઈએ ભાજપના લેટર પેડનો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું હોવાનો સાંસદે પ્રતિક્રિયા આપી છે. આવું કામ કરનાર ઉત્સાહી ઉમેદવાર, મહત્ત્વકાંક્ષી કાર્યકર કે અન્ય કોઈ જે પણ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે તેવી પણ સાંસદે વાત કરી છે.