ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટમી (Election)પહેલા પ્રચાર (Propaganda) ઝૂંબેશને વધુ તેજ બનાવવા માટે ભાજપની (BJP) નેતાગીરીએ હવે આગામી તા.12મી ઓકટો.થી રાજ્યમાં ગૌરવ યાત્રા (Pride Yatra) યોજવાની તૈયારીઓ કરી છે. સૌરાષ્ટ્રમાં ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 તારીખે દ્વારકાથી પોરબંદર નિકળશે. આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda) કરાવશે, જ્યારે બીજી યાત્રા 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) કરાવશે.
આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે
પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રાનો 12મી ઓક્ટોબર સવારે 11 કલાકે બહુચારજી માતાના મઢથી પ્રારંભ થશે.આ યાત્રાનું સમાપન કચ્છ ખાતે માં આશાપુરાના મંદિર ખાતે થશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ માતાના મંદિરેથી બપોરે 2 કલાકે પ્રસ્થાન કરશે અને 13 જિલ્લામાં 35 વિધાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને ફાગવેલ ભાથીજી મહારાજના આશિર્વાદ લઇ સંપન્ન થશે.
માં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સંપન્ન થશે
અન્ય ત્રીજી યાત્રાની ઉનાઇથી શરૂઆત થઇ ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે 14 જિલ્લામાં 31 વિધાનસભામાં આશરે 1068 કિમી પ્રવાસ કરી 28 સભા સાથે માં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સંપન્ન થશે.