સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor) અસલમ સાઈકલવાલા (aslam cyclewala) સહિત ચાર આરોપીઓએ બોગસ ભાડા કરાર તથા ગુમાસ્તાધારાના લાયસન્સ બનાવીને મિલકત પચાવી પાડવાના આક્ષેપો કરાયા છે.
આ મિલકત તે મૂળ માલિક નુરઅલી સરદારના નામ પર હતી. જ્યારે અસલમ સાયકલવાળા અને તેના મળતિયાઓએ ફ્રોડ ભાડા કરારો બનાવીને આ મિલકત પચાવી પાડવા તથા ગેરકાયદે બાંધકામ કરવાની હરકત કરતા આ મામલે મૂળ માલિક નુરઅલિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા તથા 15 માણસોએ આવીને શબાના અને તેના પતિને માર માર્યો હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સલાબતપુરા પોલીસે આ મામલે જણાવ્યુંકે વાસ્તવમાં આ મિલકત મહાપાલિકાની છે. તેમાં કોઇની માલિકી નથી. આ મામલો કોર્ટમાં આવતા હાલમાં તો અમે કાર્યવાહી કરી છે પરંતુ અમે કોર્ટને સાચી વાતથી વાકેફ કરી છે.
ખટોદરા કોલોની ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતી 39 વર્ષીય શબાનાબી રસીદ શા નુરઅલી સરદાર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાઈકલવાલા, જાવેદખાન સલીમખાન પઠાન, અસલમ મોબાઈલ અને બોગસ ભાડા કરાર બનાવીને મિલકત પચાવવાના પ્રયાસ સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શબાનાબીના પતિએ 15 મે 2014 ના રોજ ખટોદરા ગુજરાત હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરથી નોંધાયેલો ફ્લેટ ખરીદી કર્યો હતો. આ ફ્લેટ અગાઉ શૈલેષ ઢોળકીયા તથા મીતેશ ઢોળકીયાના નામે હતો. જેમને જૈમીન ધનસુખ મોદીએ વેચાણ દસ્તાવેજથી વર્ષ 2013માં વેચ્યો હતો.
આ જગ્યા ઉપર જાવેદખાન સલીમખાન પઠાણ ચોરીના વાહનોમાં વેલ્ડીંગ કટીંગનું કામ કરે છે. જે ભૂતકાળમાં ચોરીના વાહનોમાં પકડાયો હતો. શબાનાબીના પતિ રસીદ સા નૂરઅલી સરદારે જૈમીન મોદી પાસે મિલકત ખરીદી કરી હતી. તેમ છતાં આ મિલકત ઉપર જાવેદખાન પઠાણે પાંચ વર્ષનો ભાડા કરાર બનાવ્યો હતો. તેમના દ્વારા બોગસ ભાડા કરાર અને ગુમાસ્તાધારા લાયસન્સ બનાવાયું હતું. અને આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરાતું હતું. 11 ઓગસ્ટ 2020ના રોજ શબાનાબીના પતિએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી.
જેના સંદર્ભમાં જાવેદખાને પોતાનો ભાઈ અસલમ મોબાઈલ તથા અસલમ સાઈકલવાલાએ 10 થી 15 લોકોને લઈ આવી ઝઘડો કર્યો હતો અને શબાનાબીના પતિને માર માર્યો હતો. જેના સીસીટીવી ફુટેજ પણ છે. જેને લઈને આજે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.