Vadodara

અસલમ બોડિયાને શોધી રહેલી પોલીસ, ગેંગના 12 આરોપીને 14 દિવસના રિમાન્ડ

વડોદરા : ગુજકોકના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા બિચ્છુ ગેંગના બાર આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચે અત્રેની અદાલતમાંથી ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે કબજો મેળવીને તેઓને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ગુનાખોરીને ડામવા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા ગુજકોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ ) ના કાયદા હેઠળ વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચમા પ્રથમ ગુનો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુજકોકના કાયદા હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ શહેરમાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો.

દરમિયાન ટુંક સમય પહેલા જ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુની અણી બે લોકોને લૂંટી લીધી હોવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ લુંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી  સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અસલમ બોડિયાની બિચ્છુ ગેંગ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લુંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે.ત્યારે બિચ્છુ ગેંગે ફરી માથુ ઉંચકતા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઇ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મુકાયેલા ગુજકોક હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

હાલ બિચ્છુ ગેંગનો મુખ્યસુત્રધાર અસલમ બોડિયો ભુગર્ભમાં ઉતરી ગયો છે.દરમિયાનમા બિચ્છું ગેંગના બાર આરોપીઓના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં પોલીસે તમામની ગુજકોકના કાયદા હેઠળ ધરપકડ કરી હતી.તેમજ આ ગુના સંદર્ભે આરોપીઓની ઘનીષ્ઠ પુછપરછ કરવાની બાકી છે. બિચ્છુ ગેંગના અન્ય ફરાર ૧૧ આરોપીઓને પકડવાના બાકી છે.

વોન્ટેડ નામચીન મુખ્ય સુત્રધાર અસલમ ઉર્ફે બોડીયાને પકડવાનો બાકી છે.આરોપીઓએ અન્ય ક્યાં ક્યાં ગુના આચર્યા છે.જેવી વિવિધ અને ઘનીષ્ઠ તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે બાર આરોપીઓને અદાલતમાં રજૂ કરીને દિન ૩૦ ના રીમાન્ડની માંગણી કરતાં અત્રેની અદાલતે તેઓને ૧૪ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

જ્યારે આ ગુના સંદર્ભે પોલીસે અન્ય ત્રણ આરોપીઓનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવીને તેઓને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top