પૂર્વ લદ્દાખમાં ચીની સેનાને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પરથી પાછી ખેંચવાના કરાર અંગે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદી પર અભદ્ર ટીપ્પણી કરતાં તેમણે કહ્યું કે મોદીએ ભારતની જમીન ચીનને સોંપી, આપણા વડાપ્રધાન કાયર છે, જેમણે ચીન સામે માથું ટેકવ્યું. આના પર ભાજપે પલટવાર કરતા કોંગ્રેસના સાંસદ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તેમને સલાહ આપી છે કે તેઓ તેમના પરદાદાને પૂછે કે જેમણે ભારતીય ક્ષેત્ર ચીનને સોંપ્યું છે. તેમજ મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) એ આ સૈનિકોનું મનોબળ તોડનાર નિવેદન ગણાવ્યું હતું.
રાહુલના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, તેમણે તેમના પરદાદા (Great-grandfather) (પંડિત જવાહરલાલ નેહરુ) ને પૂછવું જોઈએ કે ચીનને ભારતનો પ્રદેશ કોણે આપ્યો છે. તેમને જવાબ મળશે… દેશભક્ત કોણ છે અને કોણ નથી. જનતા આ બધુ જાણે છે.
તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, ‘કુંડબુદ્ધિ પપ્પુ જી માટે કોઈ આશ્ચર્યજનક રસ્તો નથી. જો તેઓ બીજે ક્યાંકથી સોપારી લઇ દેશના સુરક્ષા દળોનું મનોબળ તોડવા દેશને બદનામ કરવાના ષડયંત્રમાં હોય તો તેનો કોઈ ઉપાય નથી.
વડા પ્રધાને નિવેદન આપવું જોઈએ
રાહુલ ગાંધીએ ચીન સરહદ મુદ્દે શુક્રવારે પત્રકાર પરિષદ (Press conference) યોજી હતી. આમાં તેમણે કહ્યું હતું કે કાલે સંરક્ષણ પ્રધાન આવી ને ટૂંકું ભાષણ આપે છે, વડા પ્રધાન મોદી કેમ આવીને આવું ન બોલ્યા. તેમણે સંરક્ષણ પ્રધાનને નિવેદન આપવા કેમ કહ્યું. વડા પ્રધાને કહેવું જોઈએ કે મેં ભારતની જમીન ચીનને આપી છે.
રાહુલે સરકારને આ પ્રશ્નો પૂછ્યા
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે રણનીતિક ક્ષેત્ર છે જયા ચીન અંદર આવી બેઠેલા છે, સંરક્ષણ પ્રધાને એ વિશે એક પણ શબ્દ નથી બોલ્યો. મોદીએ ચીનને ભારતીય ક્ષેત્ર કેમ આપ્યો? કેમ સેનાને કૈલાસ રેન્જ (Kailash Range) થી પીછેહઠ કરવા જણાવ્યું હતું ડેપસાંગ માથી શા માટે ચીન પરત ન ફરી? સંરક્ષણ પ્રધાન અને વડા પ્રધાને આનો જવાબ આપવો જોઈએ.