SURAT

સુરતમાં એશિયાનું સૌથી મોટું MMTH બનશે, જાણો પ્રોજેક્ટની તમામ વિગતો

સુરત: સુરતના ડાયમન્ડ બુર્સ પ્રોજેક્ટનો રેકોર્ડ સુરતનો જ એમએમટીએચ (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ તોડશે. જો કે, ડાયમન્ડ બુર્સ માત્ર કમર્શિયલ બિલ્ડિંગ છે. જ્યારે સુરત એમએમટીએચ કમર્શિયલની સાથે રેસિડેન્સિયલ પણ હશે. સુરત એમએમટીએચ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે ખરા અર્થમાં દુનિયાનું સૌથી મોટું એમએમટીએચ હશે.

  • સુરતના જ એક પ્રોજેક્ટનો રેકોર્ડ સુરતનો જ બીજો પ્રોજેક્ટ તોડશે
  • સુરત એમએમટીએચ પ્રોજેક્ટમાં 90000 મેટ્રીક ટન સ્ટીલ વપરાશે, સુરત ડાયમન્ડ બુર્સ કરતાં દોઢગણું વધું હશે
  • સુરત એમએમટીએચ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે ખરા અર્થમાં એશિયાનું સૌથી મોટું એમએમટીએચ હશે
  • હાલ હોંગકોંગના કાઉલુનમાં એમએમટીએચ કાર્યરત છે, પરંતુ ત્યાં લાંબા અંતરની બસો, ટૂંકા અંતરની બસો અને રેલવે ઓપરેટ થાય છે

હાલમાં હોંગકોંગના કાઉલુનમાં એમએમટીએચ છે પરંતુ ત્યાં લાંબા અંતરની બસો, ટૂંકા અંતરની બસો અને રેલવે ઓપરેટ થાય છે. કાઉલુનમાં એમએમટીએચ બન્યું છે તે પ્લોટનો એરિયો 125 એકર છે. જ્યારે સુરતનું એમએમટીએચ જે પ્લોટ પર બનવાનું છે તેનો એરિયો 72 એકર છે.

સુરતના એમએમટીએચમાં લાંબા અંતરની બસ, સિટી બસ, બીઆરટીએસ બસ, રેલવે, મેટ્રો અને સબ અર્બન ટ્રેનનું નેટવર્ક એક જ સ્થળે હશે. એટલે સુરત એમએમટીએચ એશિયાનું સૌથી મોટું એમએમટીએચ હશે. ભારતમાં પણ નાગપુરમાં એમએમટીએચ છે પરંતુ તે ખૂબ જ નાનું અને માત્ર બસ અને રેલવેનું છે. સુરત ડાયમન્ડ બુર્સના પ્લોટનો એરિયો 35 એકર છે.

સુરત ડાયમન્ડ બુર્સમાં 54000 મેટ્રીક ટન સ્ટીલ અને 50000 ક્યુબીક મીટર કોન્ક્રિટ વપરાયું છે. સુરત ડાયમન્ડ બુર્સમાં કુલ બાંધકામ 67 લાખ સ્ક્વેર છે. તેની સામે સુરત એમએમટીએચમાં 90000 મેટ્રીક ટન સ્ટીલ અને 325000 ક્યુબીક મીટર કોન્ક્રિટ વપરાશે અને પૂર્ણ થશે ત્યારે કુલ બાંધકામ 1.10 કરોડ સ્ક્વેર ફૂટ હશે.

50 વર્ષને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ, સુરત માટે મોટી સિદ્ધિ
આ સુરત માટે બહુ મોટી સિદ્ધિ છે. આ પ્રકારનો ભારતમાં આ પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં પહેલા ફેસમાં 878 કરોડ રૂપિયાના ખર્ચ અને બીજા ફેસમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. ત્યાર પછી જે કમર્શિયલ ડેવપલમેન્ટ કરાશે તે પીપીના ધોરણે કરાશે. સંપૂર્ણ પ્રોજેક્ટ 5400 કરોડ રૂપિયાનો છે, જેમાં પ્રાઈવેટ ઇન્વેસ્ટર્સ રોકાણ કરશે.

જેનાથી રેલવેએ પહેલા જે રોકાણ કર્યું છે તે રૂપિયા પણ રેલવેને પરત મળી જશે અને રોકાણકારોને સારો લાભ થશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયન રેલવે, ગુજરાત સરકાર અને એસએમસીનું સંયુક્ત સાહસ છે. આ હબનું પ્લાનિંગ આગળના 50 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

મેટ્રોમાંથી ઊતરીને પેસેન્જર બંને રેલવે સ્ટેશન, જીએસઆરટીસી, બીઆરટીએસ અને સિટી બસમાં બેસી શકશે
એમએમટીએચમાં પેસેન્જર એક જ સ્થળેથી કોઈપણ વાહનમાં બેસી શકશે. મેટ્રોમાં આવતના પ્રવાસી માટે 6 એક્ઝિક-એન્ટ્રી પોઈન્ટ હશે. જેથી તે મેટ્રોમાંથી સીધો ઇસ્ટ તરફના રેલવે સ્ટેશન, વેસ્ટ તરફના રેલવે સ્ટેશને, જીએસઆરટીસીની બસમાં, સિટી બસમાં અને બીઆરટીએસ બસમાં પ્રવેશ કરી શકશે.

ઉપરાંત તમામ બસોમાંથી ઊતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકશે. એ માટે કોઈપણ પ્રવાસીને એમએમટીએચ બિલ્ડિંગની બહાર રસ્તા પર આવવાની જરૂર નથી. ઉપરાંત તમામ મોડ એકસાથે ઇન્ટરનલ કનેક્ટેડ છે. એ માટે સ્કાય વોક બનાવવામાં આવ્યો છે. ઉપરાંત લંબે હનુમાન રોડ અને વરાછા મેન રોડને હબ પાસે એલિવેટેડ બનાવવામાં આવશે. જેથી પ્રવાસી મેન રોડ પરથી સીધો એમએમટીએચમાં પ્રવેશી શકે.

Most Popular

To Top