નવી દિલ્હી: ચીનના (China) હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ (India) 12મા દિવસના અંત સુધીમાં કુલ 86 મેડલ જીત્યા છે. હાલ ભારત પાસે મેડલની (Medals) કુલ સંખ્યા 95 થઇ ગઇ છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ ઈવેન્ટમાં 6 મેડલ કન્ફર્મ કર્યા છે. આ રીતે, 2023 એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલ નિશ્ચિત છે.
ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) હાંગઝોઉ એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલ (Gold Medal) મેચમાં ભારતે 2018ના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ભારતીય ટીમે બ્રિજમાં સિલ્વર મેડલ જીત્યો છે. જગ્ગી શિવદાસાની, રાજેશ્વર તિવારી, સંદીપ ઠકરાલ, રાજુ તોલાની, અજય ખરે અને સુમિત મુખર્જીની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 મેડલ, નવમા દિવસે સાત, દસમા દિવસે નવ, 11મા દિવસે 12 અને 12મા દિવસે પાંચ મળ્યા હતા.
એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતે કુસ્તીમાં મેડલ જીતવાનું ચાલુ રાખ્યું છે. હવે 20 વર્ષીય અમને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે ચીનના મિંગ્યુ લિયુને 11-0થી હરાવ્યો. ભારતની કિરણ બિશ્નોઈએ મહિલા કુશ્તીની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે મોંગોલિયન કુસ્તીબાજ અરિયુંજર્ગલ ગાનબતને 6-3થી હરાવ્યો હતો. કુશ્તીમાં સોનમે મહિલાઓની 62 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ચીનની લોંગ જિયાને હરાવીને મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 91મો મેડલ છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલ નિશ્ચિત થઈ ગયા છે. નવ ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાના મેડલ નિશ્ચિત કર્યા છે.