Sports

એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, હરમિલન બેન્સે જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હી: ચીનમાં (China) આયોજિત એશિયન ગેમ્સનો (Asian Games) આજે 11મો દિવસ છે. આ સ્પર્ધામાં ભારતને (India) પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 મેડલ, નવમા દિવસે સાત અને દસમા દિવસે નવ મેડલ મેળવ્યા હતા. જો કે ભારતીય ખેલાડીએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં દરરોજ એક પછી એક મેડલ્સના (Medals) સમાચાર આવતા હોય છે.

ભારતની હરમિલન બેન્સે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. હરમિલને 800 મીટરમાં 2:03.75ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આ ખેલાડીએ 1500 મીટરમાં સિલ્વર પણ જીત્યો છે.

એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતે પાતાનો જ રિકોર્ડ (Record) તોડીનેેેેેેેેેેેેેેેેેે ઇતિહાસ રચ્યો છે. ભારતે એશિયન ગેમ્સ 2018 જકાર્તામાં કુલ 70 મેડલ હાંસલ કર્યા હતા. જેનો આજે રિકોર્ડ તોડવામાં આવ્યો છે. જો કે આ વકતે ભારતને આશઆ છે કે ભારત 100ને પાર મેડલ મેળવીને એક અલગ ઇતિહાસ રચે. હાલ ટેલી ટેબલમાં ભારતના હિસ્સે કુલ 74 મેડલ્સ છે. જેમાં 31 બ્રોન્ઝ મેડલ, 27 સિલ્વર મેડલ અને 16 ગોલ્ડ મેડલ છે.

લોવલિના બોર્ગોહેને મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે હારી ગઈ હતી. પ્રારંભિક રાઉન્ડમાં બંને વચ્ચે ગાઢ મુકાબલો હતો. જોકે, બાકીના બે રાઉન્ડમાં ચીનના ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી. ભારતની પુરુષ હોકી ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને 2014 બાદ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે અને ટીમ ઈન્ડિયા ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરશે.

Most Popular

To Top