ચીનના (China) હાંગઝોઉમાં આ વર્ષે એશિયન ગેમ્સનું (Asian Games) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતના 655 ખેલાડીઓ 39 વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સનો આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે ભારતે પાંચ મેડલ મેળવ્યા હતા. હોકીમાં (Hockey) ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. ભારતે આ જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. તો બીજી તરફ મહિલા ક્રિકેટ (Cricket) ટીમમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
આ વર્ષે 100 મેડલ પાર કરવાના નારા સાથે ચીન ગયેલી ભારતીય ટીમે એશિયન ગેમ્સના પહેલા જ દિવસે મેડલ જીતવાની શરૂઆત કરી દીધી છે. ભારતે પ્રથમ દિવસે સવારે શૂટિંગ અને રોઇંગમાં સિલ્વર મેડલ સાથે શાનદાર શરૂઆત કરી હતી. આ સિવાય હવે ટીમ ઈન્ડિયાની મહિલા ટીમે પણ ક્રિકેટમાં પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે. ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું હતું.
ભારતે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને પોતાના મેડલનું ખાતું પણ ખોલ્યું છે. આ સિવાય ભારતીય ટીમે હોકીમાં શાનદાર શરૂઆત કરી છે. એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે. ભારતના ફોરવર્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું.
ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ તેની સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 51 રનના સ્કોર પર ઓલઆઉટ કરીને 52 રનના લક્ષ્યનો પીછો માત્ર 8.2 ઓવરમાં જ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની પણ તક છે.
એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઇનલ મેચ 25 સપ્ટેમ્બરે રમાશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની મેચ ફાઈનલમાં પાકિસ્તાન સામે પણ રમાઈ શકે છે. આ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચમાં પાકિસ્તાન મહિલા ટીમને ફેવરિટ માનવામાં આવે છે. જ્યાં પાકિસ્તાનની ટીમ જીતશે તો ચાહકોને લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોવા મળી શકશે.
આ તરફ અર્જુન લાલ અને અરવિંદ સિંહે રોઈંગની પુરુષોની ડબલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. બંનેએ 06 મિનિટ અને 28 સેકન્ડમાં ઇવેન્ટ પુરી કરી હતી. રોઈંગ ઈવેન્ટ ભારત માટે વધુ એક સિલ્વર મેડલ લાવી છે જે તેનો દિવસનો ત્રીજો મેડલ છે. આ વખતે તેણે મેન્સ આઈ ફાઈનલ Aમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારત પહેલા જ બે મેડલ જીતી ચૂક્યું છે. જ્યારે ભારતની પ્રીતિએ બોક્સિંગના 54 કિગ્રા વજન વર્ગમાં અદભૂત અંદાજમાં પ્રારંભિક રાઉન્ડ જીત્યો છે. આ મેચમાં જીત સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
વોલીબોલ અને રગ્બીમાં ભારતની હાર
રગ્બીમાં ભારતીય મહિલા ટીમને તેમના પૂલ એફ મુકાબલામાં હોંગકોંગ, ચીન સામે 0-38થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ આજે જાપાન સામેની આગામી ગ્રુપ મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે. જ્યારે વોલીબોલમાં ભારતને જાપાનના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. જાપાને આ મેચ 3-0થી જીતી હતી. આ હાર સાથે એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ વોલીબોલ ટીમની સફર અહીં સમાપ્ત થઈ ગઈ. વિજેતા ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.