દુબઈ: પાકિસ્તાન (Pakistan) અને ભારત (India) વચ્ચે આજે જોરદાર મુકાબલો યોજાશે. એશિયા કપ 2022માં (Asia Cup 2022) રોહિત શર્માની (Rohit Sharma) આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે. બ્લોકબસ્ટર મેચ આજે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai International Cricket Stadium) રમાવાની છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે અને મેચના દિવસે સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની શક્યતા છે. મેચ પહેલા ભારત અને પાકિસ્તાન બંને ટીમોના કેપ્ટનોએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન બાબર આઝમ પણ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. બાબરે કહ્યું કે આખી દુનિયા ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ દરમિયાન બાબરે કોહલી સાથે મુલાકાત, પિચની સ્થિતિ જેવા સવાલોના જવાબ પણ આપ્યા.
કોહલી-રોહિતની મુલાકાત અંગે આ વાત કહી
બાબરે કહ્યું, ‘મારા માટે દરેક મેચ મહત્વની છે અને એક કેપ્ટન તરીકે મારી જવાબદારી છે કે હું મારું સો ટકા આપું. મારા હાથમાં જે આવે તે પૂરું કરવાનો પ્રયાસ છે. હું મારા ક્રિકેટને એન્જોય કરવાનો પ્રયાસ કરું છું. પ્રયાસ તમારી ટીમ માટે શ્રેષ્ઠ કરવાનો છે. સ્પોર્ટ્સ પર્સન તરીકે તમે ખેલાડીઓને મળતા રહે છે. હું ભૂતકાળમાં અન્ય ટીમોના ખેલાડીઓને પણ મળ્યો છું. આ એક સામાન્ય વાત છે, અને એક ક્રિકેટર તરીકે તમે બજા ક્રિકેટરો સાથે ક્રિકેટની વાત કરો છો.
અમે પણ ક્રિકેટનો આનંદ માણીએ છીએઃ બાબર
બાબર આઝમે કહ્યું, ‘ભારત-પાકિસ્તાન મેચ હંમેશા આતુરતાપૂર્વ રાહ જોવાતી હોય છે. અને આ મેચ આખી દુનિયા એન્જોય કરે છે. લોકોની જેમ અમે પણ એક ખેલાડી તરીકે ક્રિકેટનો આનંદ લઈએ છીએ. સારું ક્રિકેટ રમીને લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. ઇજાઓ રમતનો એક ભાગ છે અને અમારી પાસે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. અમારા યુવા બોલરો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમને તેમના પર ઘણો વિશ્વાસ છે.
પ્લેઇંગ-11નો નિર્ણય પરિસ્થિતિ જોયા બાદ કરવામાં આવશે
પાકિસ્તાની કેપ્ટને વધુમાં કહ્યું, ‘અમે મેદાનની સ્થિતિ જોઈ નથી. દુબઈની વિકેટ જોયા બાદ અમે વિચાર કરીશું કે કેવી રીતે પ્લાનિંગ કરવું. અત્યારે હું કહી શકતો નથી કે હું પહેલા બેટિંગ કરીશ કે બોલિંગ કરવાનું પસંદ કરીશ. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. મેચમાં અમારી શ્રેષ્ઠ ઈલેવનને બહાર લાવવાનો અમારો પ્રયાસ રહેશે. હસન અલી પણ ટીમ સાથે જોડાઈ રહ્યો છે.
મિડલ ઓવરો મહત્વની રહેશેઃ બાબર
બાબરે પોતાના બોલરોના વખાણ કરતા કહ્યું, ‘જ્યારે સ્પિનરો વચ્ચેની ઓવરોમાં વિકેટ નથી લેતા ત્યારે તમે બીજી ટીમ પર દબાણ ન બનાવી શકો. અમારી પાસે નવાઝ, કાદિર અને શાદાબ જેવા સારા સ્પિનરો છે. અમે વચ્ચેની ઓવરોમાં સારી બોલિંગ કરવાનો પ્રયાસ કરીશું. અમારી પાસે સારા ફાસ્ટ બોલરો છે. કોઈપણ બોલર તમારા માટે પડકાર રજૂ કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો તે મહત્વનું છે.