દાહોદ, તા.૧૩
દાહોદ જિલ્લામાં એકજ દિવસમાં બે પોલીસ કર્મચારીઓ જે એએસઆઈનો હોદ્દો ધરાવતાં પોલીસ કર્મચારીઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી છે.
વધુ એક બનાવમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનના પેથાપુર આઉટ પોસ્ટના એએસઆઈ દાહોદ એસીબી પોલીસના લાંચના છટકામાં રૂા.૧૫,૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં એકપછી એક અને તે પણ એકજ દિવસમાં બે એએસઆઈ સહિત એક વોટર મેન (પટાવાળા) મળી કુલ ૦૩ ઈસમો એસીબી પોલીસના ચોંપડે તેઓના નામ લાંચ લેતાં હોવાના ઉલ્લેખ સાથે સામેલ થતાં દાહોદ જિલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે વધુ આવાજ એક વધુ એક બનાવમાં એક જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્ય વિરૂધ્ધમાં ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી.
જે અરજીની તપાસ ચાકલીયા પોલીસ સ્ટેશન પેથાપુર આઉટ પોસ્ટના એએસઆઈ પ્રભુભાઈ સોમાભાઈ સંગાડા કરી રહ્યાં હતાં. આ અરજીના કામે એએસઆઈ પ્રભુભાઈએ જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્યોના જામીન લેવડાવેલ હોય તે હેતુથી અને અરજીના કામે બંન્ને પક્ષોને સમાધાન કરાવવા માટે એએસઆઈ પ્રભુભાઈએ જાગૃત નાગરિક પાસેથી રૂા.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી જે જાગૃત નાગરિકે ઓછાવત્તી કરવા કહેતા એએસઆઈએ અંતે રૂા.૨૦,૦૦૦ આપવા જણાવ્યું હતું અને જેતે સમયે એએસઆઈને જાગૃત નાગરિકે મજબુરીમાં રૂા.૫,૦૦૦ આપી દીધાં હતાં અને બાકીના રૂા.૧૫,૦૦૦ની માંગણી એએસઆઈએ જાગૃત નાગરિક પાસે કરતાં આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ ફરિયાદ જાહેર કરતાં બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં જાગૃત નાગરિકની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ એસીબી પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી. ડિંડોર તથા તેમની ટીમ દ્વારા ચાકલીયા પોલીસ સ્ટેશન આગળ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં એએસઆઈ પોલીસ ચોકી રૂમમાં અંદરના ખંડમાં જાગૃત નાગરિક પાસેથી રૂા.૧૫,૦૦૦ની લાંચ લેતાં દાહોદ એસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં.
ઘટનાને પગલે પુનઃ એકવાર દાહોદ જિલ્લા પોલીસ બેડમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે દાહોદ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં એસીબીની ટ્રેપમાં બે પોલીસ કર્મચારીઓની ધરપકડ થતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો.
પેથાપુરનો ASI પ્રભુ 15000ની લાંચ લેતા પકડાયો
By
Posted on