જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, સુરતના રામપુરા વિસ્તારમાં રહેતો અશરફ નાગોરી છેલ્લા 9 માસથી નાસતો ફરતો હતો. તે ગુજરાતમાંથી ભાગી છૂટીને પશ્વિમ બંગાળમાં ખોટા નામથી રહેતો હતો. તે પછી તે મહારાષ્ટ્રમાં નવાપુરમાં પણ નકલી નામથી રહેતો હતો, જો કે એટીએસને તેની બાતમી મળતા વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો.
હસમુખ લાલવાળા પર ગોળીબારના ગુનામાં અશરફને 7 વર્ષની જેલ થઈ હતી
સુરતમાં તેની સામે 24 જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેની સામે ગુજસીટોકના નવા કાયદા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. 2013 અને 2015માં તે પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. સુરતમાં હસમુખ લાલવાળા પર ગોળીબાર કરવાના ગુનામાં તેને 7 વર્ષની જેલ પણ થઈ હતી. જેહાદ્દી કાવતરૂ તેમજ 11 પિસ્તોલના આમ્સ એકટના ગુનામા્ં પણ સંડોવાયોલો છે.