વડોદરા તા.1
વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતા યુવકે સગાઇ થયાના 5 પાંચમા દિવસે જ નંદેસરી વિસ્તારમાં એક્ટિવા લઇને લઇને ગયો હતો અને લમણે બંદુકમાંથી ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.ગોળીનો અવાજ સાંભળીને કંપનીઓમાં કામ કરતા કર્મીઓ બહાર દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનો સહિત જવાહરનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત એસીપી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતો સમીર મકસુદ રાઠોડના મામા વિવિધ કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય યુવક પણ તેમની સાથે કામ કરતો હતો. 26 ફેબ્રુઆરીના રોજ રોજ સમીર રાઠોડની ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી સાથે સગાઇ કરવામાં આવી હતી. પરંતુ સગાઇ કરી હોવા છતાં મંગેતર સમીર સાથે ફોન પર વાત ચીત કરતી ન હતી. જેથી યુવકને કયા કારણોસર મંગેતર તેની વાત નથી કરતી તે વાત તેને અંદરો અંદર સતાવી રહી હતી અને જેની સાથે મે સગાઇ કરી તેજ મારી સાથે આવુ કરી રહી છે. જે બાબતે લાગી આવતા શુક્રવારે બપોરના સમયે નંદેસરી વિસ્તારમાં મિની નદી પાસે સુમસામ જગ્યા પર આવી લમણે બંદુક મુકીને ડ્રીગર દબાવી દઇને આપઘાત કરી લીધો હતો. આમ સગાઇ થયાના પાંચમા દિવસે યુવકને જિંદગીનો અંત આણ્યો હતો. ગોળી ચાલી હોવાના અવાજથી કંપનીઓમાં કામ કરતા કર્મચારોઓના ટોળેટોળા દોડી આવ્યા હતા જેની પોલીસને થતા એસીપી આર ડી કવા અને પીઆઇ એબી મોરી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. યુવકે આપઘાત કર્યો હોવાની જાણ સમીર રાઠોડના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે યુવકની લાશ પાસે તેની એકિટવા અને એક પિસ્તોલ પડેલી હતી. પોલીસને યુવક પાસેથી મલેલા મોબાઇલમાં તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પોલીસે મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. પોલીસે યુવકના મૃતદહેને પોસ્ટ મોર્ટ્મ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
મંગેતર વાત ન કરતી હોવાથી યુવકે લમણે ગોળી મારી આપઘાત કર્યો
By
Posted on