વડોદરા : નગર પાલિકાના બે કાર્યપાલક એન્જીનીયરોની ખાતાકીય બદલી કરવામાં આવી છે. જેમાં મલાઈદાર બ્રિજ વિભાગ, પૂર્વ ઝોન ના કાર્યપાલક ઇજનેર રવિન્દ્ર પંડ્યા સ્થાનિક કાઉન્સલરના બજેટ ની સ્થાયી સમિતિ માં સૂચન કરેલા વિકાસ ના કામો ન મુકતા મ્યુનિસિપલ કમિશનર ને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી તેને પગલે પશ્ચિમ ઝોનમાં બદલી કરવામાં આવી હતી. અગાઉ થયેલા લાફા પ્રકરણ ના રાજેન્દ્ર વસાવાની પશ્ચિમ ઝોનમાંથી પૂર્વ ઝોનમાં બદલી કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં વિવાદિત બે કાર્યપાલક ઈજનેરોની ખાતકીય બદલી કરવામાં આવી હતી. જ્યારે સિટી એન્જિનિયર ચાલુ મહિનામાં નિવૃત્ત થવાના હોય અને કાર્યપાલક ઇજનેરો સિટી એન્જિનિયર દોડમાં હોય ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા તેમણે ખાતાકીય બદલી કરવામાં આવી છે.
જેમાં મલાઈદાર બ્રિજ વિભાગ જેની પાસે છે એવા પૂર્વ ઝોનના રવિન્દ્ર પંડ્યા ને પશ્ચિમ ઝોનમાં બદલી કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે બજેટની સ્થાયી સમિતિ માં પૂર્વ વિસ્તારના કાઉન્સિલર દ્વારા વિકાસના કામોનું સૂચન કરવામાં આવ્યું હતું અને વિકાસના કામો બજેટની સ્થાયી સમિતિમાંના મુકતા અને તેવો ભોપાલ નીકળી ગયા હતા. સ્થાનિક કાઉન્સિલરઓ રવિ પડ્યા વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર દ્વારા તેમને બદલી કરવામાં આવી છે. જોકે રવિન્દ્ર પંડ્યા ને બદલે અન્ય અધિકારીને પશ્ચિમ ઝોન નો હવાલો સોંપવામાં આપવાની વાત કરી હતી જોકે તે અધિકારીએ ના પાડતા પશ્ચિમ વિભાગમાં રવિન્દ્ર પંડ્યા ને બદલી કરવામાં આવી હતી.
2017માં વિવાદિત લાફા પ્રકરણના રાજેન્દ્ર વસાવાની પશ્ચિમ ઝોનમાંથી પૂર્વ ઝોનમાં બદલી કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં અગાઉ ઝોનલ કાર્યપાલક ઇજનેર તરીકે રાજેન્દ્ર વસાવા સાથે ભાજપના કાઉન્સિલર અજીત દધિચે સ્થાનિક રહીશો ની સમસ્યાને લઈને શાબ્દિક ઘર્ષણ થતા રાજેન્દ્ર વસાવાને લાફા ઝીંકી દીધા હતા.જોકે રાજેન્દ્ર વસાવા કોંગ્રેસી ધારાસભ્ય ધીરુ ભીલ ના જમાઈ પણ છૅ. જોકે બંને કાર્યપાલક ઈજનેરોની શિક્ષતામક પગલાના ભાગરૂપે ફેરબદલી કરવામાં આવી હતી.