Entertainment

આમિરે ડિવોર્સ લેવાની જાહેરાત કરતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી આ એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવના (Kiran Rao) છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15 વર્ષના સંબંધને સમાપ્ત કરી દીધા છે અને કહ્યું હતું કે, તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છૂટાછેડાના સમાચારથી લોકો ચોંકી ઉઠ્યા
આમિર ખાન અને કિરણ રાવના (Aamir And Kiran Divorce) છૂટાછેડાના સમાચારથી બોલિવૂડના ચાહકો ચોંકી ઉઠ્યા છે. બંનેની જોડી એક સંપૂર્ણ જોડી માનવામાં આવતી હતી અને આ દંપતીના અચાનક અલગ થવાના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક નિર્ણય હતો. છૂટાછેડાના સમાચારો વચ્ચે બોલિવૂડ અભિનેત્રીનું નામ ખેંચાઈ રહ્યું છે.

ફાતિમા સના શેખ ( fatima sana shaikh ) એક ભારતીય ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મ અભિનેત્રી છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ ચાચી 420 માટે જાણીતી છે. ફાતિમાનો જન્મ 11 જાન્યુઆરી 1992માં હૈદરાબાદમાં થયો છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. બોલિવૂડમાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ દંગલમાં ગીતા ફોગટનો રોલ કર્યો હતો, જે દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો. તે આમિર ખાન સાથે ઠગ્સ ઓફ ઈન્દુસ્તાનમાં પણ હતી.

ફાતિમા રિયલ લાઈફમાં પણ બહાદૂર છે. એ ઈન્ટરવ્યુમાં તેણે એક કિસ્સો કહ્યો હતો. જેમા તેણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેની છેડતી કરી હતી તો તેણએ તે વ્યક્તિને બરાબરની ધોલાઈ કરી હતી.

Most Popular

To Top