Vadodara

વડોદરામાં 1900 જેટલા નૂર્મ આવાસ અધુરા કામો અટવાયા

વડોદરા: સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે એવા સુવાસળી સાથે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી એમની જ એક નૂર્મ આવાસ યોજના હેઠળ અંદાજિત 1900 જેટલા આવાશો વડોદરા ના સયાજીપુરામાં બનાવવાનું શરૂ થયું વર્ષ 2014 માં શરૂ થયેલા આવસના મકાનોના કામ કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશન વચ્ચેની તકલીફો ના કારણે આજે અધુરા અટવાઈ પડ્યા છે આ આવાસ ના મકાનો ના કામ પહેલા ઓ વી ઓમ ની નામની કંપનીને આપવામાં આવ્યા હતા ત્યારે બ્લેક લિસ્ટ થયેલી આ કંપની પાસેથી કામ અધુરામાં પાછા લઈ ગુરુકૃપા કન્સ્ટ્રક્શન ને આપવામાં આવ્યા વર્ષ 2019 થી ગુરુકૃપા કન્સ્ટ્રક્શન દ્વારા આ અધૂરા કામને પૂરા કરવાનો ચાર સંભાળવામાં આવ્યો પરંતુ માનવામાં આવે છે કે મહાનગર સેવાસદન દ્વારા કરેલા કામના નાણા ગુરુકૃપા અને નહીં ચુકવાતા સામાન્ય વ્યક્તિ માટે તૈયાર થનારા આવાસો ખંડેર થઈ રહ્યા છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ હોય કે મુખ્યમંત્રી આવાસ કે પછી હોય આ જ પ્રકારના બિલકુલ સામાન્ય પરિવારના લોકોને ઘરનું ઘર અપાવવા માટેની નુર્મ આવાસ યોજના નાગરિકોની માત્ર સરકારની યોજનાઓ સાચા અર્થમાં તેમના ઉપયોગમાં આવે તેટલી જ અપેક્ષા હોય છે તેવામાં સરકાર જનતાની પાસેથી વસૂલેલા ટેક્સના ના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ આવાસો સાચા અર્થમાં ક્યારે સામાન્ય નાગરિક માટે ઇમારત માંથી ઘર બને છે તે જોવાનું અગત્યનું છે . વિપક્ષના આક્ષેપ પ્રમાણે આ આવાસોના અધૂરા કામો માટે મહાનગર સેવાસદનનું વહીવટી તંત્ર જવાબદાર છે ત્યારે હવે આ અધુરા આવાસો ની જગ્યા વેરાન બની રહી છે.
હાલમાં નાના મોટા કામ હાલ ચાલુ છે
સયાજીપુરામાં જે આવાસો બનાવ્યા છે ત્યાં નાના મોટા કામ હાલ ચાલુ છે. જે લાભાર્થીઓ છે તે ઝડપથી અહી રહી શકે તેવા પ્રયત્નો ચાલુ છે. યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

Most Popular

To Top