National

નારદા કેસ: મમતા બેનર્જી વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી, CBI એ મમતાના વર્તન અંગે ઉઠાવ્યા સવાલ

નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji) ની મુશ્કેલી વધવા જઇ રહી છે. કલકત્તા હાઈકોર્ટ સમક્ષ નારદા કેસને પશ્ચિમ બંગાળ ( west bangal) ની બહાર સ્થાનાંતરિત કરવાની અરજીમાં સીબીઆઈએ મમતા બેનર્જીના નામનો ઉલ્લેખ કર્યો છે. 17 મેના રોજ સીબીઆઈ ( cbi) એ કોલકાતામાં આ કૌભાંડ સાથે સંકળાયેલા બે મંત્રીઓની ધરપકડ કરી હતી. તે પછી ટી.એમ.સી. કાર્યકરો દ્વારા સીબીઆઈ કચેરી બહાર હંગામો થયો હતો. સીબીઆઈએ મમતા બેનર્જી અને ટીએમસી ( tmc) નેતા કલ્યાણ બેનર્જી અને મલય ઘટકને પક્ષકાર બનાવ્યા છે. સીબીઆઈએ પોતાની અરજીમાં સીએમ મમતા બેનર્જીના વર્તન અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

મુખ્યમંત્રી સહિત બે મંત્રીઓ સામે અપીલ
એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કાયદા પ્રધાન મલય ઘટકને સીબીઆઈ દ્વારા નારદા સ્ટિંગ કેસને રાજ્યની બહાર સ્થાનાંતરિત કરવાની માંગ કરતી અરજીમાં પક્ષકારો બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ વતી ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ અરિજિત બેનર્જીની ડિવિઝન બેંચને કહ્યું કે અહીં તપાસ એજન્સીની કચેરીની બહાર મુખ્યમંત્રીના ધરણાને લીધે એક અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ છે. .

ટીએમસીએ ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે
સીબીઆઈએ એવો દાવો પણ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના કાયદા પ્રધાન ભીડની સાથે કોર્ટમાં હાજર હતા, જ્યાં આરોપીઓને રજુ કરવાના હતા. એજન્સીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નેતાઓના અનેક સમર્થકોએ અહીં નિઝામ પેલેસમાં સીબીઆઈ ઑફિસનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તેના અધિકારીઓને બહાર જવા દીધા ન હતા. બાદમાં સોમવારે આરોપીઓને ડિજિટલ માધ્યમ દ્વારા સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે જ સમયે ટીએમસીએ સીબીઆઈ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

શું છે નારદા સ્ટિંગ કેસ
નારદા ન્યૂઝના સીઇઓ મેથ્યુ સેમ્યુઅલનું 6 વર્ષ પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સ્ટિંગ ઓપરેશન થયું હતું. જે બાદ બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. આ વીડિયોમાં તે તૃણમૂલ કોંગ્રેસના સાત સાંસદ, ત્રણ મંત્રીઓ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શોભન ચેટર્જીના કંપનીના પ્રતિનિધિ તરીકેના કામના બદલામાં મોટી રકમ ચૂકવતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top