National

કેજરીવાલે જેલમાંથી મોકલી ચિઠ્ઠી, લખ્યું- ‘લોખંડ જેવો મજબૂત છું.. જલ્દી બહાર આવીશ’

નવી દિલ્હી: (New Delhi) સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ સુનિતા કેજરીવાલે પ્રથમ વખત પ્રેસને સંબોધિત કરી હતી. સુનિતા કેજરીવાલે મુખ્યમંત્રી કેજરીવાલનો પત્ર વાંચી સંભળાવ્યો હતો. સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને એક વખત મંદિરની મુલાકાત લેવા અને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે હું જલ્દી બહાર આવીશ. દિલ્હીની મહિલાઓને કહ્યું કે તેમને મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા ચોક્કસ મળશે. કેજરીવાલે લખ્યું કે હું લોખંડની જેમ મજબૂત છું. હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે. આ વીડિયોમાં તેમણે અરવિંદ કેજરીવાલનો એક પત્ર દેશવાસીઓની સામે વાંચી સંભળાવ્યો જે તેમણે જેલમાંથી લખ્યો હતો. સુનીતા કેજરીવાલ પોતાના પતિનો આ પત્ર વાંચીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. જણાવી દઈએ કેકેજરીવાલની એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે. સુનિતા કેજરીવાલે મુખ્યમંત્રીનો પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે જનતા માટે પત્ર લખ્યો છે.

હું લોખંડ જેવો મજબૂત છુંઃ કેજરીવાલ
કેજરીવાલે ચિઠ્ઠીમાં લખ્યું કે મારા જીવનની દરેક ક્ષણ દેશ માટે છે. હું લોખંડની જેમ મજબૂત છું. કેજરીવાલે કહ્યું કે તે જલ્દી બહાર આવશે અને તમારા માટે કામ કરશે. કરોડો લોકોની પ્રાર્થના મારી સાથે છે. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરે છે કે જનસેવાના કામ બંધ ન થવા જોઈએ. ભાજપના લોકોથી નફરત ન કરો, તેઓ બધા મારા ભાઈઓ છે. હું જલ્દી પાછો આવીશ. તમારો ભાઈ અરવિંદ.

‘હું જલ્દી બહાર આવીશ’
સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, “… તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે તમને જેલમાંથી સંદેશો મોકલ્યો છે. તેઓએ કહ્યું છે કે મારા પ્રિય દેશવાસીઓ, મારી ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી, હું ભલે અંદર હોય કે બહાર હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ. મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે… મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, તેથી આ ધરપકડથી મને આશ્ચર્ય થયું નથી… ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો છે.. ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને કમજોર કરી રહી છે…આપણે આ શક્તિઓને હરાવવાની છે…હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ…”

Most Popular

To Top