National

ભાજપ નેતા તજિન્દર પાલ બગ્ગા વિરુદ્ધ મોહાલી કોર્ટનો આદેશ: ધરપકડ કરીને હાજર કરો

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal)ને ધમકી આપવા બદલ શુક્રવારે સવારે પંજાબ પોલીસે (Police) બીજેપી નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ કરી હતી. હવે આ મામલે મોહાલી કોર્ટે બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને (Cyber Crime Branch) તાજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે. જો કે તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ મામલે 3 રાજ્યોની પોલીસ મૂંઝવણમાં હતી. જેનો શનિવારે ઉકેલ આવ્યો છે.

બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જાહેર
મળતી માહિતી મુજબ પંજાબના મોહાલીની કોર્ટે 7 મેના રોજ દિલ્હી બીજેપી પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મોહાલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. સાહિબજાદા અજીત સિંહ નગરની ક્રિમિનલ કોર્ટના નાયક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ કેસમાં કોર્ટે વોરંટ જારી કરીને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

બીજેપી પ્રવક્તા બગ્ગાની ધરપકડનું કારણ શું છે?
આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવારે દાવો કર્યો હતો કે તજિન્દર પાલ સિંહ બગ્ગાને પંજાબ પોલીસે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ અને હિંસા ભડકાવવાના પ્રયાસના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી છે. પક્ષે બદલો લેવાના ભાજપના આરોપને ફગાવી દીધો. એક તરફ AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે બગ્ગાની ધરપકડને લઈને 29 એપ્રિલે પટિયાલામાં થયેલી અથડામણનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બીજી તરફ પંજાબ પોલીસે કહ્યું હતું કે તેણે એપ્રિલના રોજ મોહાલીમાં નોંધાયેલા કેસના સંબંધમાં દિલ્હી ભાજપના પ્રવક્તા બગ્ગાની ધરપકડ કરી હતી.

બગ્ગા પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપવાનો આરોપ છે. તેમની સામે 1 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેને તપાસમાં જોડાવા માટે પાંચ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે હાજર થયા ન હતા. ધરપકડ પહેલા દિલ્હી પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપ્યો ન હતો.

Most Popular

To Top