AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલના આજે (18 એપ્રિલ) લગ્ન છે. હર્ષિતાએ IITમાંથી અભ્યાસ કર્યો છે. હર્ષિતા સંભવ જૈન સાથે લગ્ન કરી રહી છે. બંનેએ IIT માં સાથે અભ્યાસ કર્યો છે. સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. લગ્ન સમારોહનો અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા કેજરીવાલનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કાર્યક્રમમાં ખૂબ ઓછા લોકો હાજર રહ્યા
ગઈકાલે 17 એપ્રિલના રોજ દિલ્હીની શાંગરીલા હોટેલમાં મહેંદી અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલે યોજાશે.
કેજરીવાલને બે બાળકો છે. અરવિંદ કેજરીવાલને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ પુલકિત કેજરીવાલ છે. હર્ષિતા અગ્રવાલે IITમાંથી અભ્યાસ કર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તે જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા કેજરીવાલનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.