National

અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ કહ્યું- કોર્ટના નિર્ણયની રાહ જુઓ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે ED ઓફિસ જશે નહીં. આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party) કહેવું છે કે મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આ સાથે જ ભાજપ પર નિશાન સાધતા AAPએ કહ્યું કે અમે ભારત ગઠબંધન છોડીશું નહીં. મોદી સરકારે આ પ્રકારનું દબાણ ન બનાવવું જોઈએ.

22 ફેબ્રુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ જાહેર કરીને સોમવારે 26 ફેબ્રુઆરીએ એટલે કે આજે હાજર થવા જણાવ્યું હતું. જણાવી દઇયે કે મુખ્યમંત્રીને અત્યાર સુધીમાં સાત સમન્સ જારી કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેઓ દિલ્હી દારૂ કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા નથી. અગાઉ 14 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જેમાં તેમને 19 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ કેજરીવાલ તે સમન્સ પર હાજર થયા ન હતા. તેમણે કહ્યું હતું કે આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેથી EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

EDએ કેજરીવાલને 7મીએ સમન્સ મોકલ્યું હતું
આ પહેલા ઈડીએ 22 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) એ તાજેતરમાં દાવો કર્યો હતો કે CBI આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને AAP વચ્ચે સીટ વહેંચણીની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવાના સમાચાર આવતાની સાથે જ EDએ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મામલામાં સાતમું સમન્સ મોકલ્યું હતું.

શું છે મામલો?
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારની 2021-22 માટે દારૂના વેપારીઓને લાયસન્સ આપવા માટેની આબકારી નીતિએ કેટલાક ડીલરોને મંજૂરી આપી હતી અને તેની તરફેણ કરી હતી. જેમણે તેના માટે કથિત રીતે લાંચ પણ ચૂકવી હતી. પરંતુ AAP દ્વારા આ આરોપને વારંવાર નકારી કાઢવામાં આવ્યો હતો. તેમજ CBI બાદ EDએ પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો છે.

Most Popular

To Top