નવી દિલ્હી: દિલ્હી સરકારે મજૂરો (Laboures) માટે ડીટીસીની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરવાની સુવિધા માટે વાર્ષિક પાસ આપવાની જાહેરાત કરી છે. આની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, મજૂરોના બાળકોને ફ્રીમાં કોચિંગની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે ડીટીસીની બસોમાં યાત્રા ફ્રી જાહેર કર્યા પછી હવે હિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે હવે મજૂરોને એક મોટી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આનાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ સંબંધિત વિભાગોને રાષ્ટ્રીય પાટનગરમાં તમામ રજિસ્ટર્ડ મજૂરોને ફ્રી બસ યાત્રા પાસની સુવિધા આપવાનો માર્ગ શોધવાના આદેશ આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલે સોમવારે શ્રમ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને મજૂરો માટે મકાન અને હોસ્ટલની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શ્રમ વિભાગની સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કરી. મુખ્યમંત્રીએ વિભાગને આદેશ આપ્યો કે સરકારી સુવિધાઓ તેમજ યોજનાઓને દિલ્હીમાં રજિસ્ટર્ડ તમામ 13 લાખ શ્રમિકો સુધી પહોંચાડવાનું કામ થાય.’ કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધી 13.4 લાખ રજિસ્ટર્ડ નિર્માણ મજૂર છે. આના પહેલા શ્રમ વિભાગની સાથે એક સમીક્ષા બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મજૂરોના જીવન અને કલ્યાણમાં સુધારો લાવવાના ઉદેશ્યથી અનેક ઉપાયો શોધ્યા હતા.
દિલ્હીના CMO ઓફિસે કહ્યું કે ‘બેઠકમાં આ વિષયો પર નિર્ણય કરવામાં આવ્યા છે – તમામ મજૂરોને બસોમાં ફ્રી પ્રવાસ માટે વાર્ષિક ડીટીસી (દિલ્હી પરિવહન નિગમ) પાસ આપવામાં આવે. મજૂરોને રહેવા માટે મકાન અને હોસ્ટલની વ્યવસ્થા કરવામાં આવે. તમામ મજૂરોના બાળકો માટે ફ્રીમાં કોચિંગની કરવામાં આવે, તમામ મજૂરોને ‘ટૂલકિટ’ આપવામાં આવશે અને તેમના માટે ‘કૌશલ વિકાસ કાર્યક્રમ’ ચલાવવામાં આવશે. તમામ મજૂરોને ESI (કર્મચારી રાજ્ય વીમા નિગમ) અને ગ્રૃપ ઈન્શ્યોરન્સ આપવામાં આવશે.’
ટૂંક સમયમાં જ ઓછા ભાડા પર ગરીબોનો ફ્લેટ રહેવા માટે ફ્લેટ
દિલ્હીમાં જલ્દી જ ગરીબોને ભાડા પર સરકારી ફ્લેટ મળી શકશે. દિલ્હી સરકારે આ યોજનાને લઈને કેન્દ્ર સરકારની સાથે વહેલી તકે એમઓયૂ પર હસ્તાક્ષર કરશે. દિલ્હી સરકારનું દિલ્હી આશ્રય સુધાર બોર્ડ આ યોજના પર કામ કરી રહ્યું છે.
દિલ્હીમાં ગરીબો માટે 36,000 ફ્લેટ બનીને તૈયાર છે પણ ખાલી પડેલા છે. કેન્દ્ર સરકારે હવે આ ફ્લેટને ભાડા પર આપવાની યોજના બનાવી છે. આ ફ્લેટ માત્ર ગરીબોનો જ ભાડાં પર મળી શકશે.