અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલ તા 21 અને 22 ફેબ્રુઆરીએ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ મીડિયા સંબોધન કરશે. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વ સાથે સંગઠનાત્મક બેઠક યોજાશે.જ્યારે બીજા દિવસ 22 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે યોજાનારા સમૂહ લગ્નમાં બંને નેતાઓ હાજરી આપશે.
તેમજ વલ્લભીપુર તાલુકાના પછે ગામમાં મુરલીધર મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આ મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.