વિકાસશીલ ગુજરાતની હકીકત: સગર્ભા મહિલાએ પ્રસૂતિની પીડા વેઠી 2 કિ.મી. ચાલીને જવું પડ્યું

ગાંધીનગર: ગુજરાતએ(Gujarat) વિકાસશીલ રાજ્ય છે. પરંતુ ગુજરાતના છેવાડાના ગામોમાં એવી ઘટનાઓ બનેે છે કે જે ગુજરાતની હકીકત સામે આવે છે. એમ તો ગુજરાત સ્વાસ્થ્ય સેવાઓમાં ખૂબજ આગળ છે. પરંતુ આજે ગુજરાતના વિકાસ (Development) પર કેટલાક સવાલ કરતો એક વિડીયો (Video) સામે આવ્યો છે જેમાં એક સગર્ભા મહિલાએ પ્રસૂતિ (Maternity) માટે 2 કિમી ચાલીને જવું પડે છે. આ વીડિયો ગ્રામજનોએ ઉતાર્યો છે.

  • ખરાબ રસ્તાને કારણે એક સગર્ભા મહિલા 2 કિલોમીટર સુધી ચાલી
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ગુજરાતમાં અરવ્વલીના મોડાસાના અણદાપુર વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા થઈ હતી. તેથી તેને પરિવારજનો દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી ફરજ પડી હતી પરંતુ ગામના રસ્તા ખરાબ હોવાથી 108 ત્યાં સુધી પહોંચી શકી ન હતી. જેના કારણે મહિલાને 2 કિલામીટર ચાલીને જવું પડ્યું હતું. સગર્ભા મહિલાની આવી હાલતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગામના સ્થાનિક લોકોએ સગર્ભા મહિલાનો ચાલતો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બે પરિવારની મહિલાઓ સગર્ભા મહિલાનો હાથ પકડીને તેને ચલાવી રહી છે, અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.

ગામના રસ્તાની હાલત એટલી કફોડી છે કે ગામમાં કોઈપણ મહિલાની પ્રસૂતિ હોય કે બીમાર ઈજાગ્રસ્તને સારવાર માટે 2થી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે. સ્થાનિકોના કહ્યા પ્રમાણે બીમાર કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાના હોય તો તેમને ખાટલામાં નાખી 2થી 3 કિલામીટર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવે છે. આ અંગે એક સ્થાનિકે કહ્યું કે ગામમાં 2થી 3 કિમીનો રસ્તો બિસ્માર હાલમાં છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી ઠરાવ પણ મોકલ્યો છે, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી.

નોંધનીય છે કે અદણાપુર પ્રાથમિક શાળાથી લીબાફળીથી સુરજપુર સુધી જોડતા રસ્તાને પાકો બનાવવા છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગ્રામજનોના ઠરાવ કર્યા બાદ પણ કોઈ પગલા લેવાયા નથી. ગામનો રસ્તો સુધારવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top