SURAT

પીપલોદમાં નવનિર્મિત બિલ્ડિંગના અકસ્માતમાં નવયુવા કારીગરનું મોત

સુરત: શહેરના પીપલોદ (Piplod) વિસ્તારમાં આવેલી એક નવ નિર્મિત બિલ્ડિંગના (Building) 15મા માળેથી પડેલો લોંખડનો ટેકો સ્પોટિંગ જાળીમાંથી ઉછળીને કારીગરના માથા પર પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાના કારણે કારીગરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં પણ લગભગ 48 કલાકમાં જ નવયુવા કારીગરનું મોત (Death) નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

  • 15મા માળેથી પડેલો લોંખડનો ટેકો સ્પોટિંગ જાળીમાંથી ઉછળીને કારીગરના માથા પર પડતાં ગંભીર ઈજાઓ થઈ હતી
  • યુવકની 5 મહિના અગાઉ સગાઈ થઈ હતી, તે પીપલોદના એક ખ્યાતનામ પ્રોજેકટમાં POPનું કામ કરતો હોવાની ચર્ચા

આ ઘટના અંગે સહતરામ (મૃતકનો પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે, વિનોદકુમાર સંતરામ વર્મા (ઉ.વ. 25) ડીંડોલીની સનમિકી રો-હાઉસમાં રહેતો હતો અને યુપીનો રહેવાસી હતો. પરિવારના સભ્યોમાં માતા-પિતા, એક નાનો ભાઈ વતનમાં રહે છે.

વિનોદ પીપલોદના એક ખ્યાતનામ પ્રોજેકટમાં POPનું કામ કરતો હતો. ઘટના 11મીના રોજ સવારે બની હતી. કામ પર આવેલા વિનોદ પર લોખંડનો ટેકો પડતા તે ગંભીર રીતે ઘવાયો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા 48 કલાકની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિનોદ વર્ષોથી સુરતમાં રોજગારી કરી રહ્યો હતો. 5 મહિના પહેલા જ એની સગાઈ થઈ હતી. હાલ ઘરમાં પ્રસંગનો માહોલ હતો. લગ્ન કરવાની વાત સાથે તારીખ નક્કી થઈ રહી હતી. 11મીએ બનેલી ઘટના ખૂબ જ આઘાતજનક હતી.

15મા માળેથી પડેલો લોખંડનો ટેકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની સ્પોટિંગ જાળી પર પડતા ઉછળીને વિનોદના માથે આવી ગયો હતો. આ દુઘટનામાં વિનોદનું માથું ફાટી ગયું હતું. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં 48 કલાકની સારવાર બાદ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top