દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, હવામાન વિભાગે સુનામીની ચેતવણી જારી કરી – Gujaratmitra Daily Newspaper

World

દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, હવામાન વિભાગે સુનામીની ચેતવણી જારી કરી

જાપાનમાં આવેલા ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. જાપાન હવામાન એજન્સીનું કહેવું છે કે જાપાનના ક્યુશુમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની ​​માહિતી નથી. ગયા વર્ષે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જાપાનના ઉત્તર-મધ્ય ક્ષેત્ર નોટોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ દક્ષિણ પશ્ચિમ જાપાનમાં અનુભવાયો હતો જેની તીવ્રતા 6.9 ની હતી. જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી પણ જારી કરી હતી. ભૂકંપ રાત્રે 9.19 વાગ્યે આવ્યો અને તેના થોડા સમય પછી મિયાઝાકી પ્રાન્ત માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. પડોશી કોચી પ્રાંત માટે પણ ચેતવણી જારી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુનામીના મોજા એક મીટર સુધી ઉછળી શકે છે.

Most Popular

To Top